વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર ખાતે જરૂરીયાતમંદ દિવ્યાંગ પરીવારોને સહાય વિતરણ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૯ સપ્ટેમ્બર : વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશરાધામ નાની ખાખર ખાતે ૩૧ માં સ્થાપના દિન નિમિત્તે તા.૨૬/૦૯/૨૦૨૬ ના રોજ પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા સંતવાણી નુ કાર્યક્રમ રાખવામાં આવેલ તેમજ તા.૨૭/૦૯/૨૦૨૬ ના રોજ સંસ્થાના પ્રમુખ હરીલાલ એન. પટેલ ના અઘ્યક્ષ સ્થાને જરૂરીયાતમંદ એકત્રીસ દિવ્યાંગ પરીવારોને રાશનકીટ નુ વિતરણ કરવામાં આવેલ તદ્ઉપરાંત નેવું ટકા દિવ્યાંગ બહેન ને વ્હીલચેર અર્પણ કરવામાં આવેલ.આ પ્રસંગે મુખ્ય મહેમાન અંજુભાઈ દામજી સાવલા,કોડાય મહાજન ટ્રસ્ટી. ચંદ્રિકાબેન જયંતીલાલ પારસીયા – મદનપુરા સામાજીક અગ્રણી,કિશોરકુમાર લાલજી ચોથાણી.મુન્દ્રા લોહાણા મહાજન પ્રમુખ,નવીનકુમાર ધનજી વાલજી કંદોઇ મુન્દ્રા,લાલજી ભીમજી વાસાણી પદમપુર વગેરે મહાનુભવો ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમ માં વર્ષ દરમ્યાન સંસ્થાને સહયોગ આપનાર દાતાશ્રીઓ નુ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ તેમજ સંતવાણી ના પ્રજ્ઞાચક્ષુ કલાકારો ને સાલ ઓઢાડી સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ નવચેતન અંધજન મંડળ માધાપર સંસ્થાની સુવર્ણ જયંતી નિમિત્તે વિશેષ સન્માન કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ભોગીલાલભાઈ દેવશીભાઈ ચાવડા-હોટલ સુરભી મુન્દ્રા તરફથી એક લાખ દસ હજાર અને નવલસિંહ પુંજાજી જાડેજા બરાયા તરફથી એકાવન હજાર રૂપીયા ના દાનની જાહેરાત કરવામાં આવેલ તેમજ ઉપસ્થિત મહાનુભવો અને દાતાઓ દ્વારા દાનની સરવાણી વહેવડાવવામા આવેલ. રાશનકીટ ના દાતાશ્રીઓ અક્ષરનિવાસી વાલબાઇ પ્રેમજી નારણભાઈ છભાડિયા મોટા આસંબીયા અને માતુ દેમુબેન રવજી વોરા ગેલડા હાલે મુંબઈ બોરીવલી તેમજ વ્હીલચેર ના દાતા બાલાજી સ્ટીલ અને રામદૂત વેલ્ડીંગ વર્કસ બિદડા રહેલ.

કાર્યક્રમ ની શરૂઆત માં મહાનુભવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી પ્રજ્ઞાચક્ષુ કેતનભાઈ સોલંકી દ્વારા પ્રાર્થના રજુ કરવામાં આવેલ ત્યારબાદ સંસ્થાના મંત્રી હોથુજી પી. જાડેજા એ સંસ્થા પરીચય અને પ્રસંગ પરીચય આપેલ. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી રણછોડભાઈ પટેલ, રામજીભાઈ ચાવડા, જાદવજીભાઈ સૈયા, રાજેન્દ્રસિંહ જાડેજા, અજીતસિંહ સમા, કુસુમબેન ગાલા, નાનજીભાઈ કોલી , ધીરજભાઈ સૈયા,એન.એ. બી.ના મંત્રી મનોજભાઈ જોષી વગેરે ઉપસ્થિત રહેલ.આ કાર્યક્રમ ના ભોજન દાતા છગનલાલ સોમજી રામજીયાણી અને રવજી સોમજી રામજીયાણી જનકપુરવાળા રહેલ. કિશોરભાઈ ચોથાણી , અંજુભાઈ સાવલા , હિમાંશુભાઈ સોમપુરા , રવિલાલ વાલાણી , જયંતીલાલ પારસીયા ધ્વારા પ્રસંગો ઉચીત ઉદબોધન આપવામાં આવેલ.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવો , દાતાઓ,દિવ્યાંગ લાભાર્થીઓ અને સંતવાણી ના કલાકારો નુ સંસ્થા ના મંત્રી હોથુજી પી. જાડેજાએ આભાર વ્યક્ત કરેલ. કાર્યક્રમ ને સફળ બનાવવા વ્યવસ્થાપક ખુશાલભાઈ ગાલા અને કર્મચારી હમીરભાઈ રબારી એ જહેમત ઉઠાવેલ.આ સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન આશારીયાભાઈ ગઢવી એ સંભાળેલ.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો