MALIYA:માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સોનગઢ (માળીયા મી.) મુકામે ભવ્ય સેવા કેમ્પનું આયોજન: સતત ૨૭મા વર્ષે પદયાત્રીઓની સેવાનો સેવાયજ્ઞ ધમધમશે

મોરબી/માળીયા (મી.):આસો નવરાત્રિ નિમિત્તે કચ્છ સ્થિત આશાપુરા માતાના મઢે દર્શનાર્થે જતા હજારો પદયાત્રીઓની સેવા-સુવિધા માટે મોરબી-પીપળીયા ચાર રસ્તાથી માળીયા (મી.) જતા સોનગઢ ગામ પાસે છેલ્લા ૨૬ વર્ષથી અવિરતપણે સુંદર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ સેવાના આ ભગીરથ કાર્યને આગળ ધપાવતા સતત સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ સેવા કેમ્પ આગામી તારીખ ૩ ઓક્ટોબર ૨૦૨૬ થી ૮ ઓક્ટોબર ૨૦૨૬ સુધી દિવસ-રાત સતત ૨૪ કલાક કાર્યરત રહેશે. જેમાં પદયાત્રીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે.
કેમ્પમાં ઉપલબ્ધ નિઃશુલ્ક સુવિધાઓ:શુદ્ધ અને સાત્વિક ભોજન-પ્રસાદ ,ચા-પાણી અને નાસ્તો ,સ્નાન તેમજ ,શૌચાલયની વ્યવસ્થા ,રાત્રિ રોકાણ તેમજ આરામ માટેની સગવડ પ્રાથમિક મેડિકલ સારવાર તથા દવાઓ
ઉત્સાહી સેવાભાવી ટીમ:આ કેમ્પનું સંચાલન અને સેવા કાર્ય મોરબીના શ્રી ધીરૂભાઈ ચાવડા (SBI), શ્રી કે. સી. જાડેજા (PGVCL), શ્રી વિશ્વરાજસિંહ જાડેજા (મોંટુભાઈ), શ્રી રાજુભાઈ લખમણભાઈ ડાંગર, શ્રી હર્ષદભાઈ પટેલ (જ્યોતિ મંડપ), શ્રી મહેશભાઈ ભારવાણી (જલારામ ફેમિલી મોલ) તેમજ સોનગઢ ગામના આહીર યુવાનો અને મોરબી પરા બજાર મિત્ર મંડળના ઉત્સાહી યુવાનો દ્વારા ભારે ઉમંગ અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવી રહ્યું છે.
માતાના મઢ તરફ જતા તમામ પદયાત્રીઓ અને માઈભક્તોને આ સેવા કેમ્પનો લાભ લેવા આયોજક સમિતિ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.સંપર્ક / હેલ્પલાઇન નંબર: ૯૮૨૪૨ ૧૭૧૭૮ – ૯૯૭૮૯ ૦૦૦૫૦












