MORBI:મોરબી જિલ્લો ખનીજ માફિયાઓ માટે બન્યો ‘સ્વર્ગ’: કલેક્ટરની કડકાઈ છતાં ખાણ-ખનીજ તંત્ર મૌન કે લાચાર?

MORBI:મોરબી જિલ્લો ખનીજ માફિયાઓ માટે બન્યો ‘સ્વર્ગ’: કલેક્ટરની કડકાઈ છતાં ખાણ-ખનીજ તંત્ર મૌન કે લાચાર?

નાના મગરમચ્છો પર દંડનો દેખાડો, મોટા માફિયાઓ મોજમાં: મોરબીમાં ખુલ્લેઆમ હાઈવે પર દોડતા રેતીના ડમ્પરો પર લગામ ક્યારે?

મોરબી જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરીનું દૂષણ ચરમસીમાએ પહોંચ્યું છે. ખનીજ માફિયાઓ માટે મોરબી જિલ્લો જાણે સ્વર્ગ બની ગયો હોય તેમ નદીઓના પટમાંથી બેરોકટોક રેતી ચોરીનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. સ્થાનિક સ્તરે ચાલતા ‘ટેબલ નીચેના વહીવટ’ના કારણે માફિયાઓને કાયદાનો કોઈ ડર રહ્યો ન હોવાની વ્યાપક ચર્ચા ઉઠી છે.

બ્રાહ્મણી, મચ્છુ અને વાંકાનેર પંથકમાં ખુલ્લેઆમ ખનન ખાસ કરીને હળવદ પંથકમાંથી પસાર થતી બ્રાહ્મણી નદી માફિયાઓનું મુખ્ય કેન્દ્ર બની ગઈ છે. નદી કિનારે આવેલા ગામોમાં દિવસ-રાત ભારે મશીનરી ઉતારીને રેતીનું બેફામ ઉત્ખનન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, મોરબીની મચ્છુ-૩ નદીના પટ તેમજ વાંકાનેર તાલુકાના વિવિધ વિસ્તારોમાં પણ ગેરકાયદે ખનનનું નેટવર્ક સક્રિય છે. સ્થાનિકો દ્વારા વારંવાર પુરાવા સાથે રજૂઆતો કરવા છતાં સ્થળ તપાસ કરવામાં તંત્ર વામણું પૂરવાર થઈ રહ્યું છે.

કલેક્ટરની કડકાઈ છતાં ખાણ-ખનીજ વિભાગ ‘મહેરબાન’? જિલ્લા કલેક્ટર કડક વહીવટી છાપ ધરાવતા હોવાથી વિવિધ કચેરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી રહ્યા છે, જેના કારણે અમુક વિભાગોમાં ગેરરીતિઓ પર અંકુશ આવ્યો છે. જોકે, ખાણ-ખનીજ વિભાગમાં આજે પણ ‘સેટિંગ’નો દોર યથાવત હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. તંત્ર માત્ર દેખાડો કરવા માટે ક્યારેક નાના વાહનો પકડી કે નજીવો દંડ ફટકારી પોતાની કામગીરીની પીઠ થાબડી લે છે, જ્યારે મોટા માફિયાઓ સામે કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી.

નદીઓના કુદરતી પ્રવાહ અને પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડતી આ રેતી ચોરી પર ઉચ્ચ કક્ષાએથી દરોડા પાડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

મોટા બોરસરામાં ‘સ્વચ્છતા’ના દાવા સામે કચરાનું સામ્રાજ્ય! 1980ના ફોટાનો ટ્રેન્ડ અહીં હકીકત બની ગયો? ખુલ્લી ગટર, કચરાના ઢગલા અને ગંદુ પાણી વચ્ચે ગ્રામજનોના આરોગ્ય સાથે રમત — સફાઈના નાણાં અને સરકારી ગ્રાન્ટના હિસાબની તટસ્થ તપાસની માંગ

Horoscope

Weather

વધુ વાંચો

મોટા બોરસરામાં ‘સ્વચ્છતા’ના દાવા સામે કચરાનું સામ્રાજ્ય! 1980ના ફોટાનો ટ્રેન્ડ અહીં હકીકત બની ગયો? ખુલ્લી ગટર, કચરાના ઢગલા અને ગંદુ પાણી વચ્ચે ગ્રામજનોના આરોગ્ય સાથે રમત — સફાઈના નાણાં અને સરકારી ગ્રાન્ટના હિસાબની તટસ્થ તપાસની માંગ

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો