ડાંગ: વઘઈ પોલીસની સફળ કામગીરી:- અકસ્માતના ગુનામાં 6 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી સુરતથી ઝડપી પાડ્યો…

 

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં નોંધાયેલા ગુનાઓના વોન્ટેડ તથા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન અકસ્માતના ગુનામાં છેલ્લા છ વર્ષથી ફરાર આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.વઘઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ ટીમ દ્વારા વણશોધાયેલા તેમજ વોન્ટેડ અને નાસતા ફરતા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.આ દરમિયાન વઘઈ પોલીસ સ્ટેશનમાં એ-પાર્ટ ગુ.ર.નં.11219007200805/2020, ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 279 તેમજ મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 177, 184 અને 134 મુજબનો ગુનો તા. 06/12/2020ના રોજ નોંધાયેલ હોવાનું સામે આવ્યું હતું.

આ ગુનામાં આરોપીએ પોતાના કબજાની મહિન્દ્રા કંપનીની સફેદ રંગની XUV કાર નં. GJ-05-JR-1059 પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ડાંગ પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીની મારુતિ સ્વિફ્ટ કાર નં. GJ-30-A-1936ને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં કુલ રૂ. 55,000નું નુકસાન થયું હતું. અકસ્માત બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.ગુનો નોંધાયા બાદ પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે વાહન માલિકની વિગતો મેળવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.નોંધાયેલા સરનામે તપાસ કરવા છતાં આરોપી મળી આવ્યો ન હતો.આરોપી પોતાનું મકાન વેચીને ફરાર થઈ ગયો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. લાંબા સમય સુધી આરોપીનો કોઈ પત્તો ન મળતાં ગુનામાં “અ” સમરી ભરવામાં આવી હતી.આ દરમિયાન છેલ્લા છ વર્ષથી ફરાર આરોપીને શોધવા વઘઈ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીના પાનકાર્ડ સંબંધિત માહિતી મળી આવતાં તેના આધારે અન્ય ડિજિટલ માહિતી મેળવવામાં આવી હતી. જેના આધારે આરોપી હાલ સુરત શહેરના સાયણ રોડ, કોસાડ વિસ્તારમાં શિક્ષાપત્રી હાઇટ નજીક આવેલા આસ્થા રો-હાઉસ ખાતે રહેતો હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળી હતી.મળેલી બાતમીના આધારે વઘઈ પોલીસની ટીમે સુરત ખાતે પહોંચી તપાસ કરતાં આરોપીની ઓળખ અને ગુનામાં તેની સંડોવણીની ખાતરી થઈ હતી. ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપી પાડી વઘઈ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.હાલમાં વઘઇ પોલીસની ટીમે આરોપી નામે યોગેશભાઈ રમેશભાઈ જાડા, ઉંમર 36 વર્ષ, વ્યવસાય—ડ્રાઇવિંગ, હાલ રહે. ફ્લેટ નં. એ-802, શિક્ષાપત્રી હાઇટ નજીક, આસ્થા રો-હાઉસ, સાયણ રોડ, કોસાડ, સુરત; મૂળ રહે. ઘુઘરાળા, તા. બાબરા, જિ. અમરેલીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો