
તારીખ ૨૯ સપ્ટેમ્બર ના રોજ બપોરના 2 વાગ્યાના અરસામાં છોટાઉદેપુર જિલ્લાના ડુંગર ભીત ગામના રહેવાસી ભાવેશ મલીયા રાઠવા અલીપુરા ચોકડી વિસ્તારમાં અસ્થિર માનસિક સ્થિતિમાં ફરતા જોવા મળ્યા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ ભાવેશભાઈ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવતા તેમના ભાઈ સતીશભાઈ માલ્યાએ ભાવેશભાઈ પોતાના ભાઈ હોવાનું અને તેમની માનસિક સ્થિતિ અસ્થિર હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે ASI ટ્રાફિક સુભાષભાઈ માણકાભાઈ દ્વારા જરૂરી પૂછપરછ અને ખરાઈ કર્યા બાદ ભાવેશભાઈને તેમના ભાઈ સતીશભાઈને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યા હતા.

રિપોર્ટર તોસીફ ખત્રી







