અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
રાષ્ટ્રીય પોષણ માહ અને આંગણોત્સવ-૨૦૨૬ અંતર્ગત અરવલ્લી જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં ‘આનંદ અને ઉમંગના રંગો’ વિષય આધારિત ચિત્ર પ્રવૃત્તિ યોજાઈ
રાષ્ટ્રીય પોષણ માહ અને આંગણોત્સવ-૨૦૨૬ અંતર્ગત બાળપણના વિકાસ માટે પોષણ અને પ્રારંભિક ઉત્તેજના થીમ હેઠળ અરવલ્લી જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં બાળકો તથા કિશોરીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા વિશેષ ચિત્ર પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્રોમાં ૩ થી ૬ વર્ષના બાળકો દ્વારા ‘આનંદ અને ઉમંગના રંગો’ થીમ આધારિત ચિત્ર પ્રવૃત્તિ યોજાઈ હતી. બાળકોને આંગણવાડીમાં ઉપલબ્ધ કલર તથા પ્રવૃત્તિ પુસ્તિકાનો ઉપયોગ કરાવી રંગપૂરણી કરાવવામાં આવી હતી. આ પ્રકારની સર્જનાત્મક પ્રવૃત્તિઓ બાળકોના કલાત્મક અભિવ્યક્તિ અને સર્જનાત્મક આત્મવિશ્વાસના વિકાસમાં સહાયરૂપ બને છે. આ સમગ્ર પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં સર્જનાત્મકતા કેળવવાનો રહ્યો હતો. અરવલ્લી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં આયોજિત આ પ્રવૃત્તિઓમાં બાળકો, આંગણવાડી કાર્યકરો તથા સંબંધિત સ્ટાફે ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા હતા.







