કાલોલમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેટકો સંચાલિત આંગણવાડી ખાતે’આંગણ મિલન સેવા કાર્યક્રમ’ યોજાયો

તારીખ ૩૦/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

તારીખ ૩૦/૦૯/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
રાજ્ય સરકારના સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાલોલ નગરમાં આવેલ પાંચ આંગણવાડી કેન્દ્રોના આયોજન કાર્યક્રમ સેટકો સંચાલિત આંગણવાડી કેન્દ્ર ખાતે કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય, કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ‌ સાથે નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન બેલદાર ની ઉપસ્થિતિમાં ‘આંગણ મિલન સેવા કાર્યક્રમ’ ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ અને જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ એ આંગણવાડીના ભૂલકાંઓ સાથે અત્યંત સ્નેહપૂર્ણ સંવાદ સાધીને તેમને રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવા માટે સરળ શૈલીમાં માર્ગદર્શન પૂરું પાડયું હતું. જ્યાં કાર્યક્રમ દરમિયાન સુપોષિત સમાજના નિર્માણના સંકલ્પ સાથે પાલિકાના પ્રમુખ હસ્તે બાળકોને પોષણ કીટ તેમજ સગર્ભા માતાઓને ‘ટેક હોમ રાશન’ (THR)નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે સ્વસ્થ પ્રતિસ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે ‘પોષણ ચેમ્પિયન’ તરીકે પસંદગી પામેલા તેજસ્વી બાળકોને ચિત્રપોથી અને કલર કીટ અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા, જ્યારે ઉપસ્થિત તમામ બાળકોને પૌષ્ટિક સુખડી અને તાજાં ફળોનું વિતરણ કરાયું હતું જેમાં ક્ષેત્રિય સ્તરે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર આંગણવાડી કાર્યકર, તેડાગર (હેલ્પર) તેમજ આશા વર્કર બહેનોની કામગીરીની સરાહના કરી તેમને પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સમાપન પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીનો પોષણ સંદેશ ઉપસ્થિત સર્વે લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો અને તંદુરસ્ત જીવનશૈલી માટે દૈનિક આહારમાં પોષણયુક્ત ઘટકોના મહત્ત્વ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો