આસો નવરાત્રીની વ્યવસ્થાને લઈને હાલોલમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી 

રિપોર્ટર . કાદિર દાઢી.હાલોલ

તા.૨.૧૦.૨૦૨૬

આસો નવરાત્રી-2026 દરમિયાન પાવાગઢ ખાતે આવતા યાત્રિકોને સુચારુ, સુરક્ષિત અને સુવિધાસભર વ્યવસ્થા મળી રહે તે હેતુથી તા.1 ઓક્ટોમ્બર ગુરુવારના રોજ હાલોલ પ્રાંત કચેરી ખાતે પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.બેઠક દરમિયાન કલેક્ટરશ્રી દ્વારા નવરાત્રી તહેવાર દરમિયાન યાત્રિકોની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય આપતાં નીચે મુજબની વ્યવસ્થાઓ અંગે સૂચનાઓ અને આયોજન કરવામાં આવ્યું હતું: યાત્રિકોની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવો, CCTV કેમેરાથી સતત મોનિટરિંગ કરવું તેમજ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ પર યોગ્ય વ્યવસ્થા જાળવવી.ટ્રાફિકનું સુચારુ નિયમન થાય તે માટે એસ.ટી. બસો તેમજ ખાનગી વાહનો માટે અલગ અને વ્યવસ્થિત પાર્કિંગ સુવિધા ઊભી કરવી. તળેટીથી માંચી સુધી યાત્રિકોની અવરજવર માટે પૂરતા પ્રમાણમાં બસ સેવા ઉપલબ્ધ રાખવી તળેટી, માંચી, મંદિર પરિસર તથા એસ.ટી. સ્ટેન્ડ નજીક તબીબી ટીમો અને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ચોવીસે કલાક તૈનાત રાખવી. યાત્રિકો માટે સ્વચ્છ અને પૂરતા પીવાના પાણીની વ્યવસ્થા કરવી, સમગ્ર યાત્રાધામ અને અવરજવરના માર્ગો પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ડસ્ટબિન મૂકવા સહિતની સફાઈ કામગીરી સુનિશ્ચિત કરવી. ગરબા અને અન્ય આયોજનો દરમિયાન પર્યાવરણની જાળવણી થાય અને પ્રદૂષણ નિયંત્રિત રહે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જિલ્લા પ્રશાસન દ્વારા આસો નવરાત્રી દરમિયાન માં કાલીના દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ સ્તરે સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રણવ વિજયવર્ગીય, નિવાસી અધિક કલેકટરશ્રી જે.જે. પટેલ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો