તારીખ ૦૨/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
સેવા પખવાડિયા અને સંકલ્પ અભિયાન અંતર્ગત કાલોલ તાલુકામાં આંગણવાડી સ્તરે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજે કાલોલ ઘટક-2 અંતર્ગત આવતા અલાલી ગામની આંગણવાડી કેન્દ્ર ખાતે “આંગણ મિલન” સેવા પ્રોગ્રામની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં બાળકો, વાલીઓ અને આંગણવાડી કાર્યકર બહેનો સાથે સંવાદ અને સેવાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો ત્યારે આ સેવા કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નિરજકુમાર પટેલ અને કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમની સાથે જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે આગેવાનોએ આંગણવાડીના ભૂલકાઓ સાથે હળીમળીને તેમની સાથે સમય વિતાવ્યો હતો અને આંગણવાડીની કામગીરી, પોષણ, શિક્ષણ અને સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના બાળક સુધી પહોંચે તે માટે આવા મિલન કાર્યક્રમો મહત્વના હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું.સ્થાનિક વાલીઓ અને ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.










