રાધનપુર ખાતે શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળમા દાનની સરવાણી અવિરત ચાલું.

નવાબી નગરી રાધનપુરના આંગણે આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ,સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલયના બાંધ કામમા દાનનો પ્રવાહ અવિરત ચાલું છે.થોડા સમય પહેલાંજ સ્વ.દિનેશભાઈ રામાભાઈ પ્રજાપતિ કોલીવાડા ના સમરણાર્થે પ્રજાપતિ દીપકભાઈ રામાભાઈ જીવાભાઈ દ્વારા છાત્રાલયના બીજા માળના મોટા હોલ માટે ૫,૫૧,૦૦૦/- રૂપિયાનું માતબર અનુદાન અને સ્વ. સંકુબેન રૂગનાથભાઈ ગગાભાઈ પ્રજાપતિ પરિવાર વડનગર ના બબાભાઈ, નારણભાઈ,પરાગભાઈ દ્વારા નાના હોલ માટે ૩,૫૧,૦૦૦/- રૂપિયા નું અનુદાન મળતા પ્રમુખ નટવરભાઈ સિનાડ,ઉપ પ્રમુખ છગનભાઈ બાસ્પા ,મંત્રી ગૌતમભાઈ સિપર, સહમંત્રી ઈશ્વરભાઈ નેકરીયા સહીત સમસ્ત કારોબારીએ બંને દાતાઓનો આભર માન્યો હતો અને વિશેષમા જણાવ્યું હતું કે,છાત્રાલય ખાતે ઉપરના માળે આવેલ આઠ રૂમોનું પ્લાસ્ટર કામ પૂર્ણ થયું છે. તળીયે ટાઈલ્સ અને બારી બારણાંનું કામ બાકી છે અને કારોબારી દ્વારા નક્કી કર્યા મુજબ ૫૧,૦૦૦/- રૂપિયાનું અનુદાન કરનાર દાતાની રૂમના ગેટ પર તકતી લાગશે તો જ્ઞાતિગંગાને પરિવાર ના સ્મરણાર્થે દાન આપવું હોય તો આવકાર્ય છે.આ સંસ્થામા દાન આપી સહભાગી થવા જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530











