MORBI:ખેલ મહાકુંભ-૨૦૨૬: મોરબી જિલ્લાની વિવિધ સ્પર્ધાઓ ૧૭ ઓકટોબર સુધી યોજાશે

ખેલ મહાકુંભ-૨૦૨૬: મોરબી જિલ્લાની વિવિધ સ્પર્ધાઓ ૧૭ ઓકટોબર સુધી યોજાશે; રમતોનો શિડ્યુલ https://khelmahakumbh.gujarat.gov.in/competitionplace ઉપર ઉપલબ્ધ

નોંધાયેલા તમામ ખેલાડીઓને રજિસ્ટ્રેશન સ્લીપ સાથે નિયત સમયે સ્પર્ધાના સ્થળે હાજર રહેવા અનુરોધ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત ‘ખેલ મહાકુંભ-૨૦૨૬’ અંતર્ગત મોરબી જિલ્લામાં ખેલાડીઓની રમતગમત ક્ષમતા ખીલે અને તંદુરસ્ત હરિફાઈની ભાવના કેળવાય તે હેતુથી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી ગ્રામ્ય કક્ષા તથા મોરબી મહાનગરપાલિકા શહેર કક્ષાની સ્પર્ધાઓ તા. ૧૭/૧૦/૨૦૨૬ સુધી યોજાનાર છે.

 

આ સ્પર્ધાઓ માટે નોંધણી કરાવેલા ખેલાડીઓની સુવિધા અર્થે રમતવાર સંપૂર્ણ કાર્યક્રમ તારીખ, સમય અને સ્થળ સહિતની વિગતો સાથે વિભાગની અધિકૃત વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in/competitionplace ઉપર ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તમામ ખેલાડીઓએ ઓનલાઈન શિડ્યુલ ચકાસીને પોતાની રમત મુજબ નિયત સ્થળે સમયસર રિપોર્ટિંગ કરવાનું રહેશે, સ્પર્ધા શરૂ થયા બાદ વિલંબથી આવનાર ખેલાડીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.

 

વધુમાં, સ્પર્ધાસ્થળે આવતી વખતે ખેલાડીઓએ પોતાની ઓનલાઈન રજિસ્ટ્રેશન સ્લીપ ફરજિયાત સાથે લાવવાની રહેશે અને કન્વીનર કમ ચીફ રેફરી સમક્ષ રજૂ કરવાની રહેશે, જે વિના સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે નહીં. કાર્યક્રમમાં કોઈ આકસ્મિક ફેરફાર થશે તો તેની જાણ વ્યાયામ શિક્ષકોના વોટ્સએપ ગૃપો મારફતે કરવામાં આવશે. મોરબી જિલ્લાના તમામ રમતવીરોને ખેલદિલીની ભાવના સાથે ઉત્સાહપૂર્વક ભાગ લઈ જિલ્લાનું નામ રોશન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો