MORBI:સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં સશસ્ત્ર દળ સન્માન સમારોહ યોજાશે

MORBI:સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં સશસ્ત્ર દળ સન્માન સમારોહ યોજાશે

મારો દેશ, મારું અભિમાનની ભાવના સાથે કારગિલ યુદ્ધના વીરો અને તેમના પરિવારોને સન્માનિત કરાશે

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૬ ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે નવયુગ સંકુલ, વિરપર, મોરબી ખાતે સશસ્ત્ર દળ સન્માન સમારોહ યોજાશે.

 

સૈનિક કલ્યાણ બોર્ડ રાજકોટના સહયોગથી યોજાનાર સૈનિકોના સન્માન માટેના આ કાર્યક્રમમાં કારગિલ યુદ્ધના વીરો અને તેમના પરિવારોને સન્માનિત કરવામાં આવશે, જેમાં મંત્રીશ્રી, જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.

દેશની રક્ષા માટે સરહદ પર તૈનાત આપણા વીર સૈનિકો અને તેમના પરિવારના સન્માન કાર્યક્રમમાં મોરબીના દરેક દેશપ્રેમી નાગરિકોને આવવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો