MORBI:મોરબી તંત્રની ઉદાસીનતા સામે સરપંચની લડત: ગૌચર બચાવવા માટે PMને કરી સીધી રજૂઆત

MORBI:મોરબી તંત્રની ઉદાસીનતા સામે સરપંચની લડત: ગૌચર બચાવવા માટે PMને કરી સીધી રજૂઆત

સ્થાનિક બાબુઓ લાચાર! મોરબીમાં ગૌચર મુદ્દે સરપંચે કેમ સીધો વડાપ્રધાનના ટેબલ સુધી મામલો પહોંચાડવો પડ્યો?

મચ્છુ પૂર હોનારતમાં રેકોર્ડ નાશ પામ્યો હોવા છતાં તંત્ર દ્વારા જૂના દસ્તાવેજોની માંગણી કરી ગ્રામ પંચાયતને હેરાન કરાતી હોવાનો સરપંચનો આક્ષેપ

મોરબી તાલુકાના માનસર ગ્રામ પંચાયત દ્વારા ગામની ગૌચર જમીનની માપણી કરવા તથા દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર સમક્ષ વારંવાર કરવામાં આવતી રજૂઆતો છતાં તંત્ર દ્વારા સહકાર ન મળતો હોવાની ગંભીર બાબત સામે આવી છે. આ અંગે માનસર ગ્રામ પંચાયતના સરપંચ જીતેન્દ્ર પી. ઠોરીયા દ્વારા મોરબી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને લેખિતમાં વિગતવાર રજૂઆત કરવામાં આવી છે.

મુખ્ય વિગતો અને સમસ્યા:

ગૌચર જમીનની માપણી: માનસર ગ્રામ પંચાયત હસ્તકની ખાતા નં. ૩૧૮ હેઠળની ગૌચર જમીનની માપણી કરાવવા માટે પંચાયત દ્વારા વારંવાર અરજીઓ કરવામાં આવી છે.

જૂના રેકોર્ડની માંગણીથી મુશ્કેલી: ડી.આઈ.એલ.આર. (DILR) કચેરી દ્વારા માપણી ફી સ્વીકારવા માટે ગૌચર જમીન નીમ થયાનો હુકમ, પંચરોજકામ અને રફ સ્કેચ જેવો જૂનો રેકોર્ડ માંગવામાં આવી રહ્યો છે.

૧૯૭૯ની મચ્છુ જળ હોનારત: સરપંચશ્રીએ સ્પષ્ટતા કરી છે કે વર્ષ ૧૯૭૯ની મચ્છુ પૂર હોનારતમાં માનસર ગામ પાયમાલ થયું હતું અને પંચાયતનો તમામ જૂનો રેકોર્ડ નાશ પામ્યો હતો. જ્યારે પંચાયત કે પ્રાંત કચેરી પાસે પણ આ રેકોર્ડ ઉપલબ્ધ નથી, ત્યારે પંચાયત પાસેથી આવા દસ્તાવેજો માંગવા અવાસ્તવિક છે.

તંત્રની બેવડી નીતિ: એક તરફ વહીવટી તંત્ર દ્વારા ગૌચર પર દબાણ હોય તો સરપંચ તથા સભ્યો વિરુદ્ધ હોદ્દા પરથી દૂર કરવા સુધીની કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવે છે, જ્યારે બીજી તરફ પંચાયત સામે ચાલીને દબાણ ખુલ્લા કરવા માપણી કરાવવા માંગે છે ત્યારે તંત્ર માત્ર બહાના કાઢીને હેરાનગતિ કરી રહ્યું છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો