વિજાપુરમાં ‘સફાઈ મિત્ર સુરક્ષા અને સન્માન’ શિબિર યોજાઈ એસ.ડી.એચ., સી.એચ.સી. સહિત તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સફાઈ કર્મચારીઓની આરોગ્ય તપાસ કરાઈ

વિજાપુરમાં ‘સફાઈ મિત્ર સુરક્ષા અને સન્માન’ શિબિર યોજાઈ એસ.ડી.એચ., સી.એચ.સી. સહિત તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સફાઈ કર્મચારીઓની આરોગ્ય તપાસ કરાઈ
વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના આરોગ્ય કેન્દ્રો ખાતે સ્વચ્છતા હી સેવા અને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ કર્મચારીઓ માટે ‘સફાઈ મિત્ર સુરક્ષા અને સન્માન’ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય તંત્ર, મહેસાણા તથા તાલુકા હેલ્થ કચેરી, ના માર્ગદર્શન હેઠળ તાલુકાની વિવિધ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.તાલુકાના એસ.ડી.એચ., સી.એચ.સી. તેમજ તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાયેલા આ કેમ્પમાં સફાઈ કર્મચારીઓની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી. જેમાં વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ ઉપરાંત આંખોની તપાસ તથા લોહીના જરૂરી પરીક્ષણો કરવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ કર્મચારીઓના દૈનિક કાર્ય દરમિયાન સ્વચ્છતા અને જાહેર આરોગ્ય જાળવવામાં તેમના મહત્વના યોગદાનને ધ્યાનમાં લઈ આ પ્રકારની આરોગ્ય તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કર્મચારીઓને સ્વાસ્થ્યની જાળવણી અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. તાલુકાની આરોગ્ય સંસ્થાઓમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સફાઈ કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સફાઈ મિત્રોની કામગીરીને બિરદાવી તેમના આરોગ્ય, સુરક્ષા અને સન્માનને મહત્વ આપવાનો સંદેશ આપ્યો હતો.
વિજાપુર તાલુકામાં એકસાથે વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાયેલા આ કાર્યક્રમને કારણે સફાઈ કર્મચારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો