MORBI:​‘તેરા તુજકો અર્પણ’: મોરબીમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા યુવકને પોલીસે રૂ ૬૧ લાખ રિકવર કરી પરત સોંપ્યા

MORBI:​‘તેરા તુજકો અર્પણ’: મોરબીમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા યુવકને પોલીસે રૂ ૬૧ લાખ રિકવર કરી પરત સોંપ્યા

મોરબી:રાજ્ય પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટના નામે થયેલી કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં મોટી સફળતા મેળવી છે. સાયબર ગઠિયાઓ દ્વારા ભોગ બનનાર પાસેથી પડાવી લેવાયેલી રકમ પૈકી રૂ. ૬૧ લાખ જેટલી માતબર રકમ રિકવર કરી કોર્ટના હુકમ આધારે મૂળ માલિકને પરત અપાવી છે.

શરૂઆતમાં નફો બતાવી રૂ. ૮૬.૨૫ લાખ પડાવ્યા

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી ખાતે રહેતા ફરિયાદીના પુત્રને શેરબજારમાં રોકાણ કરી ટૂંકા ગાળામાં મોટો નફો મેળવવાની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ સુનિયોજિત કાવતરું રચી શરૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવી સામે નફા પેટે નાણાં પરત ચૂકવી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીના પુત્રને વિશ્વાસમાં લઈ તબક્કાવાર કુલ રૂ. ૮૬,૨૫,૯૫૦/- નું મોટું રોકાણ કરાવી ઠગાઈ આચરી હતી.

આ બનાવ અંગે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૬(૫), ૩૧૮(૨), ૩(૫), અને ૬૧ હેઠળ ગુ.ર.નં. ૦૦૦૬/૨૦૨૬ થી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસે ૩ આરોપીઓની – ધરપકડ કરી પોલીસ મહાનિરીક્ષકશ્રી (સરહદી રેન્જ, કચ્છ-ભુજ) તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી (એસસી/એસટી સેલ)ના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા અને તેમની પાસેથી ગુનામાં ગયેલી રકમમાંથી રૂ. ૬૧,૦૦,૦૦૦/- રિકવર કર્યા હતા.

‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત નાણાં સુપરત પોલીસે રિકવર કરેલી રૂ. ૬૧ લાખની રકમ નામદાર કોર્ટના કાયદેસરના હુકમ મુજબ આજ રોજ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ફરિયાદીને સુપરત કરવામાં આવી હતી. પોતાની મહેનતની કમાણી પાછી મળતાં ફરિયાદી પરિવારે મોરબી પોલીસ અને સાયબર ક્રાઇમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

પોલીસનો પ્રજાજોગ સંદેશ:શેરબજારમાં ઝડપી અને ઊંચો નફો આપવાના બહાને આવતી અજાણી લિંક્સ, ફેક ટ્રેડિંગ એપ્સ કે ફોન કોલ્સ પર વિશ્વાસ ન કરવો. સાયબર ગઠિયાઓ નકલી ડીમેટ એકાઉન્ટ અને બોગસ વેબસાઇટ્સ દ્વારા નાણાં હડપી લેતા હોવાથી સતર્ક રહેવું અને સાયબર ફ્રોડનો ભોગ બનતાં તાત્કાલિક ૧૯૩૦ પર સંપર્ક કરવો.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો