પોષણ માહ અંતર્ગત ફોર્ટિફાઇડ ચીજ વસ્તુઓનો રોજિંદા જીવનમાં વપરાશ અંગેની તાલીમ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૩૦ સપ્ટેમ્બર :- તા.25-9-2026 ના રોજ વંદેમાતરમ્ મેમોરિયલ, ભૂજોડી ખાતે કચ્છ જિલ્લા ક્લેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ અને જિલ્લા પુરવઠા વિભાગ-કચ્છ ના સંયુક્ત ઉપક્રમે સુપોષિત ભારતના ધ્યેયને પ્રાપ્ત કરવા અને એનિમીયા મુક્ત ભારત તેમજ પોષણ માહ અંતર્ગત ફોર્ટિફાઇડ ચીજ વસ્તુઓનો રોજિંદા જીવનમાં વપરાશ થાય તેમજ ફોર્ટિફાઇડ ચોખા અને ડબલ ફોર્ટિફાઇડ મીઠાના ઉપયોગ ને પ્રોત્સાહન આપવા બાબત તાલુકા કક્ષાના આરોગ્ય,શિક્ષણ અને પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓની ફૂડ ફોર્ટિફિકેશન અંગેની તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમા ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ ના સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર શ્રી, રીજનલ કોર્ડીનેટર – ફૂડ કોટીફીકેશન, અમદાવાદ ડિવિઝન ઉપસ્થિત રહ્યા હતા . માસ્ટર ટ્રેનર શ્રી જગદીશ સાઠે દ્વારા તાલીમ આપવામાં આવેલ હતી. જેમાં માસ્ટર ટ્રેનર દ્વારા રોજિંદા જીવનમાં શરીર માટે જરૂરી પોષક તત્વો ની ઉપયોગિતા અંગે ખૂબ સચોટ માહિતી આપવામાં આવી.ફોર્ટિફાઇડ ચોખા અને ડબલ ફોર્ટિફાઇડ મીઠા અંગેની ગેર માન્યતાઓ દૂર કરી અને તેના ફાયદા અંગેની લોક જાગૃતિ ફેલાય અને સુપોષિત ભારત તથા એનિમિયા મુક્ત ભારત બને તે અંગેના જુદા જુદા વિડિઓ તેમજ પ્રેક્ટિકલ નિદર્શન કરવામાં આવ્યું.જિલ્લા પુરવઠા અધિકારી વી.એચ.બારહટ દ્વારા તાલીમ સંદર્ભે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું. જિલ્લા પુરવઠા મેનેજર(ગ્રેડ-૨) યાદવ તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી(MDM) વર્ગ-૨ ડી.એન.લહુઆ દ્વારા તાલીમ લીધા બાદ રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરવામાં આવે અને ગ્રાઉન્ડ લેવલે લોકોમાં જાગૃતિ ફેલાય એવી લાગણી વ્યક્ત કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા રિયોજનલ કો ઓર્ડીનેટર, ફૂડ ફોર્ટિફિકેશન, ન્યૂટ્રિશન ઇન્ટરનેશનલ-GVT, રાજકોટ ડિવિઝનના શ્રી વિપુલ ઠાકર દ્વારા કરવામાં આવી.સ્વસ્થ જીવન અને એનિમિયા મુક્તિ માટે રોજિંદા આહારમાં ‘ડબલ ફોર્ટિફાઇડ મીઠા’નો ઉપયોગ કરો વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના જણાવ્યા અનુસાર, ફૂડ ફોર્ટિફિકેશન એ ખોરાકની પ્રાકૃતિકતા કે સ્વાદ બદલ્યા વિના, ખૂબ જ ઓછા ખર્ચે વસ્તીમાં સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપ દૂર કરવાનો શ્રેષ્ઠ અને સલામત અભિગમ છે. જાહેર આરોગ્યને સુદ્રઢ કરવા માટે મુખ્ય ખાદ્ય પદાર્થો જેવા કે મીઠું (નમક), ચોખા, ઘઉંનો લોટ (આટો) અને ખાદ્ય તેલ જેવા આવશ્યક ખોરાકમાં ફોર્ટિફિકેશન કરવાની ભલામણ કરવામાં આવી છે.વિશ્વ આરોગ્ય સંસ્થાની ફૂડ ફોર્ટિફિકેશન ભલામણોને આધારે, ગુજરાત સરકારે નાગરિકોના સુવાસ્થ્ય માટે એક પ્રશંસનીય પહેલ કરી છે. ભૂતકાળમાં જેમ રોજિંદા આયોડિનયુક્ત મીઠાના ઉપયોગથી ગોઇટર (ગલગંડ) ના કેસોમાં મોટો ઘટાડો થયો હતો, બરાબર એ જ વૈજ્ઞાનિક સફળતાના આધારે હવે કિશોર-કિશોરીઓ, મહિલાઓ અને બાળકોને કુપોષણ તથા એનિમિયા (લોહીની ઉણપ) સામે બમણું રક્ષણ આપવા માટે આયોડિનની સાથે આયર્ન (લોહતત્વ) યુક્ત ‘ડબલ ફોર્ટિફાઇડ મીઠું’ તૈયાર કરાયું છે. રાજ્ય સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ NFSA કાર્ડધારકોને સબસિડાઈજકિંમતે’કલ્પતરુ’ બ્રાન્ડથી અને પ્રાથમિક શાળાઓમાં પી.એમ. પોષણ યોજના (મધ્યાહ્ન ભોજન) અંતર્ગત ‘પોષક’ બ્રાન્ડથી આ પોષણયુક્ત ડબલ ફોર્ટિફાઇડ મીઠું ઉપલબ્ધ કરાવ્યું છે.ડબલ ફોર્ટિફાઇડ મીઠાના અદભુત સ્વાસ્થ્ય લાભો:

• પોષણની પૂર્તિ:આ મીઠાનો નિયમિત વપરાશ સામાન્ય વ્યક્તિની દૈનિક આયોડિનની જરૂરિયાત ૧૦૦ ટકા અને આયર્નની જરૂરિયાત ૩૦ટકા જેટલી પૂરી કરે છે.

• આયર્ન (Iron):મીઠામાં દેખાતા નાના કાળા કણો તેમાં રહેલા આયર્નની હાજરી દર્શાવે છે, જે શરીરમાં લોહીની ટકાવારી વધારે છે અને એનિમિયા થતો અટકાવે છે. તે શરીરની ઊર્જા, એકાગ્રતા અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

• આયોડિન (Iodine):બાળકોના સર્વાંગી શારીરિક-માનસિક વિકાસ માટે અને આયોડિનની ઉણપથી થતી ગોઇટર (ગળાની ગાંઠ) જેવી બીમારીઓ સામે રક્ષણ આપે છે. સગર્ભા મહિલાઓ અને બાળકોના મગજના યોગ્ય વિકાસ માટે આયોડિન ખૂબ જ આવશ્યક છે.

વાપરવાની સાચી રીત અને નિયમો:નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ડબલ ફોર્ટિફાઇડ મીઠાના મહત્તમ પોષક તત્વો જળવાઈ રહે તે માટે રસોઈમાં તેનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે: ૧. આ મીઠામાં આયોડિન સાથે આયર્ન પણ હોવાથી, રસોઈ સંપૂર્ણ તૈયાર થઈ જાય ત્યારબાદ જ છેલ્લે ઉપરથી આ મીઠું ઉમેરવું હિતાવહ છે. ૨. આ મીઠાને ભેજ અને સીધા સૂર્યપ્રકાશથી બચાવવા માટે પ્લાસ્ટિક અથવા કાચની ચુસ્ત બરણીમાં રાખવું જોઈએ.૩. રસોઈમાં ઉપયોગ કરતી વખતે પ્લાસ્ટિકની ચમચીનો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે.નોંધનીય છે કે આ મીઠાનો સ્વાદ સામાન્ય મીઠા જેવો જ હોય છે અને તેનાથી વાનગીના સ્વાદ કે સુગંધમાં કોઈ બદલાવ આવતો નથી. સસ્તા અનાજની દુકાનો પરથી સરળતાથી મળતા આ પોષણયુક્ત મીઠાને પોતાના રોજિંદા આહારમાં સામેલ કરી નાગરિકો એનિમિયા મુક્ત અને સ્વસ્થ જીવન તરફ આગળ વધે તેવો રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે.વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO )અને FSSAI ની સત્તાવાર ભલામણ અનુસાર, એક પુખ્ત વ્યક્તિ માટે દૈનિક મીઠાનો મહત્તમ વપરાશ ૫ ગ્રામ (આશરે એક નાની ચમચી) થી વધુ ન હોવો જોઈએ.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો