સંતરામપુરના ચિતવા મુકામે ગ્રામ્ય કક્ષાનો ‘સેવા સેતુ કાર્યક્રમ’ યોજાયો:

રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર
સ્થળ પર જ વિવિધ સરકારી સેવાઓનો લાભ વિતરત કરવામાં આવ્યો
*
સેવા સેતુ કેમ્પમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા – સરકારી યોજનાઓ વિશે નાગરિકોને માહિતગાર કરાયા
**

સંતરામપુર તાલુકાના ચિતવા ગામે નાગરિકોની સુખાકારી અને વહીવટી સરળતા માટે ગ્રામ્ય કક્ષાના ‘સેવા સેતુ કાર્યક્રમ’નું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારના લોકોને ઘરઆંગણે જ સરકારી યોજનાઓનો લાભ આપવાનો હતો. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી કુબેરભાઈ ડિંડોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ સેવા સેતુ કેમ્પમાં ગ્રામજનોને વહીવટી પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સંતરામપુર તાલુકાના તમામ લાઈન ડિપાર્ટમેન્ટનો સ્ટાફ પોતાની કચેરીની લગત વિવિધ યોજનાઓની માહિતી અને ફોર્મ્સ સાથે હાજર રહ્યો હતો. અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળ પર જ અરજદારોના પ્રશ્નો સાંભળીને ઓન-ધ-સ્પોટ નિકાલ કરવાની પ્રશંસનીય કામગીરી કરી હતી. વિવિધ વિભાગોના સમન્વયથી ગ્રામીણ સ્તરે સરકારી સેવાઓ પહોંચાડવાનો આ પ્રયાસ ખૂબ જ સફળ રહ્યો હતો.
કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો માટે અનેકવિધ જનકલ્યાણકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં નાગરિકોને આવક અને જાતિના દાખલા, નવીન આધારકાર્ડની કામગીરી તેમજ રેશનકાર્ડમાં નામ દાખલ કરવા કે સુધારા જેવી પાયાની સેવાઓ આ ઉપરાંત મા-અમૃતમ અને મા-વાત્સલ્ય કાર્ડ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ સહાય અને સંકટ મોચન સહાય જેવી સામાજિક સુરક્ષાની યોજનાઓના લાભો પણ સ્થળ પર જ આપવામાં આવી,ખેતી, પશુપાલન, પંચાયત અને આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓના ફોર્મ વિનામૂલ્યે વધુમાં, નવીન વારસાઈ નોંધણી, વરિષ્ઠ નાગરિકતા અને દિવ્યાંગતા પ્રમાણપત્રો તેમજ મફત હેલ્થ ચેકઅપ કેમ્પ અને ઘરેલુ નવા વીજ જોડાણ માટેની અરજીઓ જેવી કામગીરી પણ ઉત્સાહભેર કરવામાં આવી હતી.










