રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
વિદ્યાનગરની ખુશી પટેલે તૃતીય ક્રમ મેળવ્યો હતો. વિજેતા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ વધારવાનો પ્રયાસ
નેશનલ સાયન્સ સેમિનાર જેવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકના જ્ઞાન ઉપરાંત વૈજ્ઞાનિક વિષયો અંગે સ્વતંત્ર રીતે અભ્યાસ અને સંશોધન કરવાની તક મળે છે. ઊર્જા જેવા દેશના મહત્વપૂર્ણ વિષય પર વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિચારો અને સંશોધન આધારિત ઉકેલો ભવિષ્યની ઊર્જા જરૂરિયાતો અંગે યુવા પેઢીની સમજને પણ ઉજાગર કરે છે.
આ સમગ્ર આયોજનનો હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ, સંશોધનની ભાવના, પ્રશ્ન પૂછવાની વૃત્તિ અને સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલો શોધવાની ક્ષમતાને વિકસાવવાનો રહ્યો હતો.
આ અવસરે જિલ્લાકક્ષાની સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓ, ગુજકોસ્ટના અધિકારીઓ, શિક્ષકો તથા કોર્ડિનેટર્સ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર સ્વરા પટેલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.











