કાલોલ કોર્ટે ૧૩ વર્ષ જૂના હુમલાના કેસમાં આરોપીને દોષિત ઠેરવી વિવિધ કલમો હેઠળ સજા અને દંડ ફટકાર્યો.

તારીખ ૦૧/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલની એડિશનલ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ (પી. એસ. રાઉન્ડલ) દ્વારા વર્ષ ૨૦૧૩ના તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાના ચકચારી કેસમાં મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. દૂધ ભરાવવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં હુમલો કરનાર આરોપી જયવીરસિંહ વિક્રમસિંહ સોલંકીને વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવી જેલ સજા અને દંડની ફટકાર લગાવી છે.

૧૫ જૂન ૨૦૧૩ના રોજ દૂધ ભરાવવા બાબતે ડેરી વહેલી કેમ બંધ કરો છો અમારે દૂધ ભરવાનું રહી જાય છે તેવુ યોગેશભાઇ વિઠલભાઈ પટેલને કહી ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા થયેલી તકરારમાં આરોપી જયવીરસિંહ સોલંકી અને અન્ય એક આરોપીએ તીક્ષ્ણ ધારદાર હથિયાર વડે શૈલેષભાઈ અને યોગેશભાઈ પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમાં આરોપી જ્યવીરસિહ સોલંકી એ પોતાના હાથમાંની વાસી શૈલેષભાઈ ચંદુભાઈ પટેલ ને માથાના ભાગે જમણા કાનની ઉપરના ભાગે મારી દેતા શૈલેશભાઇને ગંભીર ઇજાના કારણે માથામાં ફેક્ચર થયુ હતું અને જમણા કાને સાંભળવાનું કાયમ માટે બંધ થઈ ગયું હતું .આ અંગે ફરીયાદી કંચનભાઈ શનાભાઈ પટેલે કાલોલ પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ ૩૨૬, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધાવ્યો હતો.દરમિયાન, કેસની કાર્યવાહી કાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં ચાલી રહી હતી ત્યારે બીજા આરોપી વનરાજસિંહ રણજીતસિંહ સોલંકીનું અવસાન થતાં તેમની સામેનો કેસ રદ (Abated) કરવામાં આવ્યો હતો.કેસ કાલોલ કોર્ટમાં ચાલવા ઉપર આવતા, સરકારી વકીલ આર. કે. રાઠોડની ધારદાર દલીલો, પુરાવાઓ અને મૌખિક સાક્ષીઓને ધ્યાને રાખીને કાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ પી એસ રાઉન્ડલ દ્વારા આરોપી જયવીરસિંહ સોલંકીને ગુનેગાર ઠેરવી ઈ.પી.કો. કલમ ૩૨૬ હેઠળ: ૩ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૧૦,૦૦૦નો દંડ (દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદ).ઈ.પી.કો. કલમ ૩૨૫ હેઠળ: ૨ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૫,૦૦૦નો દંડ (દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદ).ઈ.પી.કો. કલમ ૩૨૪ હેઠળ: ૧ વર્ષની સાદી કેદની સજા અને રૂ. ૪,૦૦૦નો દંડ (દંડ ન ભરે તો વધુ ૨ માસની સાદી કેદ).ઈ.પી.કો. કલમ ૩૨૩ હેઠળ: ૧ માસની સાદી કેદની સજા અને રૂ. ૧,૦૦૦નો દંડ (દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની સાદી કેદ).કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આરોપીની તમામ સજાઓ એકસાથે (Concurrently) ચાલશે. આ ઉપરાંત વસૂલવામાં આવેલી દંડની રકમમાંથી ઈજાગ્રસ્ત શૈલેષભાઈ પટેલ અને યોગેશભાઈ પટેલને સરખા ભાગે વળતર પેટે ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો