સ્પોર્ટ્સ યુનિવર્સિટીના NSS યુનિટ દ્વારા ડેસરના વેજપુર ગામમાં ભવ્ય સ્વચ્છતા અભિયાન યોજાયું

ડેસર પરમાર ચિરાગ

વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ હાથમાં ઝાડુ લઈ આપ્યો સ્વચ્છતાનો સંદેશRSS પ્રમુખ અરવિંદભાઈ પટેલ અને તાલુકા પ્રમુખની પ્રેરણાદાયી ઉપસ્થિતિડેસર તાલુકાના વેજપુર ગામ ખાતે સ્પોર્ટ્સ યુનિવર્સિટીના NSS (નેશનલ સર્વિસ સ્કીમ) યુનિટ દ્વારા એક ભવ્ય સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ કેળવવા અને જાહેર સ્થળોને નવજીવન આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.સફાઈ માત્ર ભાષણો કે કાગળ સુધી સીમિત ન રહેતા વાસ્તવિકતા બને તેવા મક્કમ ઈરાદા સાથે NSSના સ્વયંસેવકો, પ્રોફેસરો અને સ્થાનિક આગેવાનોએ પોતે મેદાનમાં ઉતરીને હાથમાં ઝાડુ પકડ્યું હતું. ગામના વિવિધ જાહેર માર્ગો અને વિસ્તારોમાંથી કચરો દૂર કરી સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ સાથે જ સ્વયંસેવકોએ ગ્રામજનોને રૂબરૂ મળીને કચરો ગમે ત્યાં ન ફેંકવા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા માટે જાગૃત કર્યા હતા.આ પ્રશંસનીય કાર્યક્રમમાં RSS પ્રમુખ શ્રી અરવિંદભાઈ કાનજીભાઈ પટેલ તથા તાલુકા પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો, યુવા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની સામૂહિક ભાગીદારીના કારણે આ અભિયાન એક મોટું જનઆંદોલન બન્યું હતું.કાર્યક્રમના અંતે સ્વયંસેવકોએ સમાજસેવાનો પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું હતું કે, ગામને સ્વચ્છ રાખવું એ માત્ર વહીવટી તંત્ર કે પંચાયતની જવાબદારી નથી, પરંતુ દેશના દરેક નાગરિકની સામૂહિક અને નૈતિક ફરજ છે. “સ્વચ્છ વેજપુર, આપણી જવાબદારી” ના નારા સાથે આ સફળ અભિયાન સંપન્ન થયું હતું.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો