ગવાડા-3 (-93) આંગણવાડી ખાતે આંગણ ઉત્સવની ઉજવણી બાળકોના સર્વાંગી વિકાસ અને પોષણ અંગે જાગૃતિ

ગવાડા-3 (-93) આંગણવાડી ખાતે આંગણ ઉત્સવની ઉજવણી
બાળકોના સર્વાંગી વિકાસ અને પોષણ અંગે જાગૃતિ ફેલાવાઈ

વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગવાડા-3 (93) આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ અને પ્રાથમિક શિક્ષણને લઈને વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી.
આ પ્રસંગે તાલુકા પ્રમુખ ઠાકોર હિરલબેન, પીએચસીના ધારાબેન, આશા વર્કર તેમજ ગામના ઉપસરપંચ હંસાબેન સહિતના આગેવાનો અને આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ આંગણવાડીની પ્રવૃત્તિઓની મુલાકાત લઈ બાળકો સાથે સમય વિતાવ્યો હતો.
આંગણ ઉત્સવ અંતર્ગત બાળકોને પોષણયુક્ત આહાર, સ્વચ્છતા અને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વાલીઓ અને સ્થાનિક આગેવાનોની હાજરીથી આંગણવાડી કેન્દ્રમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો