જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે વનમંત્રી પ્રવીણભાઈ માળી: વન્ય પ્રાણી સંરક્ષણ અને સુવિધાઓની સમીક્ષા કરી

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ અને પરિવહન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ ગુજરાતના સૌથી જૂના એવા જૂનાગઢ સ્થિત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વન્ય પ્રાણીઓના રખરખાવ, મુલાકાતીઓ માટેની સુવિધાઓ તેમજ વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટેની કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી.
મંત્રીએ સક્કરબાગ ઝૂમાં વન્ય પ્રાણીઓની વિશિષ્ટતા, તેમના સ્વભાવ અને સંરક્ષણ અંગે તલસ્પર્શી વિગતો મેળવી હતી. આ સાથે સોવેનિયર શોપની મુલાકાત લઈ પ્રવાસીઓ સાથે હળવા અંદાજમાં સંવાદ પણ સાધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વાર્ષિક અંદાજે ૧૦ લાખ મુલાકાતીઓ આવે છે, ત્યારે મુલાકાતીઓની સુવિધાઓ વધારવા અને ઝૂની ભવ્યતામાં વધારો કરવા માટે જરૂરી નવીનીકરણની કામગીરી કરવા સૂચનાઓ અપાઈ છે. નેચર એજ્યુકેશન અને વન્યજીવ સંરક્ષણ માટે લોકજાગૃતિ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ મુલાકાત વેળાએ સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર રાજદીપસિંહ ઝાલાએ ઝૂની વિશિષ્ટતાઓ અને વિકાસલક્ષી બાબતોની જાણકારી આપી હતી. આ અવસરે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ (સીએફ) મોહન રામ, GEER ફાઉન્ડેશનના ડેપ્યુટી ડાયરેક્ટર અમિત નાયક સહિતના પદાધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો