અંકલેશ્વર ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને રંગોળી સ્પર્ધા યોજાઇ


વિકસિત ભારત ૨૦૪૭, સેવા અને સુશાસન સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રંગોળી સ્પર્ધા તથા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ – ગુરૂવાર – ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને સ્વામી વિવેકાનંદ એકેડેમી, અંકલેશ્વર ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત સેવા અને સુશાસન સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રંગોળી સ્પર્ધા તથા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિવિધ વિષયો પર આકર્ષક અને વિરાટ રંગોળી બનાવી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો. મંત્રીશ્રીએ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ,
નગર પાલીકા પ્રમુખ, શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાહતા.
રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ









