ઓખામંડળ(દ્વારકા) તાલુકાના વસઈ ગામે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો

જામનગર
(નયના દવે દ્વારા)
રાજ્ય સરકારના સેવા સેતુ ૨.૧ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ (દ્વારકા) તાલુકાના વસઈ ગામે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવીને ગ્રામ્ય સ્તરે જ વિવિધ વહીવટી સેવાઓનો લાભ પૂરો પાડવાનો છે. આ કાર્યક્રમમાં વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ વિવિધ સ્ટોલ ઉભા કરીને જાતિના પ્રમાણપત્રો, ક્રીમીલેયર પ્રમાણપત્રો, પી.એમ. જે.વાય. કાર્ડ, મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટ લિંક કરવા વગેરેની સેવા પુરી પાડવામાં આવી હતી. આ સેવા સેતુ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ સેવાઓનો લાભ લીધો હતો.










