JAMNAGAR:જામનગર જિલ્લા કક્ષાની ‘રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૦૨૬’ ધ્રોલ ખાતે સંપન્ન: રાજ્યકક્ષા માટે ૧૦ શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સની પસંદગી

JAMNAGAR:જામનગર જિલ્લા કક્ષાની ‘રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૦૨૬’ ધ્રોલ ખાતે સંપન્ન: રાજ્યકક્ષા માટે ૧૦ શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સની પસંદગી

જામનગર / ધ્રોલ:ગુજરાત સરકારના ગુજકોસ્ટ (GUJCOST)-ગાંધીનગર માન્ય અને શ્રી એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત “શ્રી એમ.ડી. મહેતા ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર” દ્વારા ‘રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પરિષદનો મુખ્ય વિષય “Science & Innovation for Sustainability” રાખવામાં આવ્યો હતો, જેના અંતર્ગત વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને નવીન ટેકનોલોજી દ્વારા ટકાઉ વિકાસના વિવિધ પાસાઓ રજૂ કર્યા હતા.

કાર્યક્રમનો શુભારંભ ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટના સેક્રેટરી શ્રી સુધાબેન ખંઢેરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મેનેજિંગ કમિટીના સભ્યો શ્રી મીનાબેન શેઠ, શ્રી પાર્થભાઈ પંડ્યા, શ્રી સરોજબેન ડેર, ડિસ્ટ્રિક્ટ એકેડેમિક કો-ઓર્ડિનેટર ડો. સુધીરભાઈ જોશી તેમજ ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર ડો. સંજય પંડ્યા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પરિષદમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર જામનગર જિલ્લાના કુલ ૧૦ શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સની રાજ્યકક્ષા માટે પસંદગી કરવામાં આવી છે.

રાજ્યકક્ષા માટે પસંદગી પામેલા વિજેતા વિદ્યાર્થીઓ:સબથીમ-૧ (R5 for Waste Management):વેદાંશી પાંડે (કે.ડી.આર.એફ. સ્કૂલ) પલક વેકરીયા (શ્રીમતી ડી.એચ.કે. મુંગરા કન્યા વિદ્યાલય) સબથીમ-૨ (E4 for Energy):કનિષ્ક નિખિલ (કે.ડી.આર.એફ. સ્કૂલ) નિવા ડોબરીયા (શ્રીમતી ડી.એચ.કે. મુંગરા કન્યા વિદ્યાલય)સબથીમ-૩ (Water: Harvesting, Harnessing, Recycling & Conservation):નકુમ જ્યોતિ (શ્રી જી.એમ. પટેલ સ્કૂલ)દેવલબાઈ ગઢવી (શ્રી એમ.ડી. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ)સબથીમ-૪ (Food, Agriculture & Health):વેદાંશી પણસારા (શ્રી સરસ્વતી વિદ્યામંદિર ઇંગ્લિશ સ્કૂલ)ખાણધર સાહિલ (શ્રી નાની રાફૂદડ પ્રાથમિક શાળા) સબથીમ-૫ (Application of Indian Knowledge System for Sustainability):રૂદ્ર ભાનુશાલી (શ્રી સરસ્વતી વિદ્યામંદિર ઇંગ્લિશ સ્કૂલ)હિમા ઓઝા (પી.વી. મોદી સ્કૂલ)

સન્માન સમારોહ અને એવોર્ડ વિતરણ:કાર્યક્રમના અંતિમ ચરણમાં ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં પાંચેય સબ-થીમમાં ઉત્સાહપૂર્વક સક્રિય રહેલી શાળાઓને ‘સક્રિય શાળા એવોર્ડ’ (Active School Award) થી નવાજવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શક શિક્ષકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા, જ્યારે પસંદગી પામેલા ૧૦ વિજેતાઓને ‘બેસ્ટ પ્રોજેક્ટ વર્ક’ નો એવોર્ડ એનાયત કરાયો હતો.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિજ્ઞાન કેન્દ્રના ડો. સંજય પંડ્યાએ સંભાળ્યું હતું. આ સફળ આયોજન બદલ એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતાએ તમામ વિજેતા વિદ્યાર્થીઓ, માર્ગદર્શક શિક્ષકો અને આયોજક ટીમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો