અરવલ્લીમાં ફરી ગુંજ્યા ગોળીબારના અવાજ, પોશડોડાની હેરાફેરી સામે LCBનું ઓપરેશન, માલપુર મોરડુંગરી નજીક પોશડોડા ભરેલી કાર ઝડપાઈ હેરાફેરીમાં બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં ફરી ગુંજ્યા ગોળીબારના અવાજ, પોશડોડાની હેરાફેરી સામે LCBનું ઓપરેશન, માલપુર મોરડુંગરી નજીક પોશડોડા ભરેલી કાર ઝડપાઈ હેરાફેરીમાં બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું


અરવલ્લી જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી વચ્ચે વધુ એક દિલધડક ફાયરિંગની ઘટના સામે આવી છે. માલપુર તાલુકાના મોરડુંગરી નજીક પોશડોડા ભરેલી કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવતા આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે.પોલીસના જણાવ્યા મુજબ, પોશડોડાની હેરાફેરીની બાતમીના આધારે LCBની ટીમે શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કારમાં સવાર આરોપીઓએ પોલીસ તરફ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની માહિતી છે. જવાબી કાર્યવાહીમાં LCB PI એમ.એચ. ઝાલાએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

જવાબી ફાયરિંગ દરમિયાન એક આરોપીને પગના ભાગે ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી પાસેથી એક માઉઝર પિસ્તોલ મળી આવી હતી, જ્યારે કારની તપાસ દરમિયાન વધુ એક માઉઝર પિસ્તોલ મળી આવતા કુલ બે પિસ્તોલ કબજે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.આ સમગ્ર ફાયરિંગ અને અથડામણ દરમિયાન LCB PI એમ.એચ. ઝાલા, PSI પી.પી. સોલંકી અને ASI કલ્પેશને નાની-મોટી ઈજાઓ થઈ હોવાની માહિતી છે.આ ઘટનામાં ફરી એક વખત બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જોકે, આરોપીઓની ઓળખ, પોશડોડાનો ચોક્કસ જથ્થો અને બિશ્નોઈ ગેંગ સાથેના કનેક્શન અંગે પોલીસની વધુ તપાસ બાદ જ સત્તાવાર વિગતો સ્પષ્ટ થશે.મહત્વનું છે કે, એક જ સપ્તાહમાં અરવલ્લી જિલ્લામાં પોલીસનું આ બીજું ફાયરિંગ ઓપરેશન સામે આવ્યું છે. અગાઉ પણ નશીલા પદાર્થોની હેરાફેરી દરમિયાન પોલીસ દ્વારા ફાયરિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. હવે માલપુરના મોરડુંગરી નજીક બનેલી આ ઘટનાને પગલે NDPSના ગુનાઓ સામે અરવલ્લી પોલીસની કાર્યવાહી વધુ આક્રમક બની હોવાનું ચિત્ર સામે આવ્યું છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો