MORBI:મોરબી ૫૪ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા દાહોદના શખ્સ સહિત ૬ નાસતા-ફરતા આરોપીઓ ઝડપાયા

મોરબી:આઈ.જી.પી. સરહદી રેન્જ ભુજ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત મોરબી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.) અને પેરોલ ફર્લો સ્ક્વોડને મહત્વની સફળતા મળી છે. બાતમીદારો તેમજ હ્યુમન-ટેકનિકલ સોર્સિસની સચોટ મદદથી પોલીસે અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ ૬ નાસતા-ફરતા આરોપીઓને દબોચી લીધા છે. પકડાયેલા શખ્સો પૈકી એક આરોપી ગુજરાત અને રાજસ્થાનમાં ૫૪ જેટલી ઘરફોડ ચોરીના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું ખૂલ્યું છે.

પોલીસ ટીમે બાતમીના આધારે વિવિધ સ્થળોએ દરોડા પાડી નીચે મુજબના આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે:પરેશ ઉર્ફે પારસ દેવીલાલ સોની (રહે. લીમડી પ્રતાપનગર, જિ. દાહોદ) – ગુજરાત અને રાજસ્થાનમાં ૫૪ જેટલી ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ મુખ્ય આરોપી
શોભનાબેન નવઘણભાઈ હમીરપરા (રહે. લાલપર, મોરબી) સોમાભાઈ લઘુભાઈ વાઘેલા (રહે. જડેશ્વર મંદિર પાસે, મોરબી) નવઘણભાઈ જેઠાભાઈ દેગામા (રહે. લીલાપર, મોરબી) ગનીભાઈ જાકુબભાઈ નોડે (કચ્છી મુસ્લિમ) (રહે. કાંતિનગર, માળીયા ફાટક પાસે, મોરબી) સલીમભાઈ ઉર્ફે રાહુલ ફીરોજભાઈ પઠાણ (રહે. વીસીપરા, મોરબી)
પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની તજવીજ તેમજ તેઓ સામે નોંધાયેલા અન્ય ગુનાઓની વિગતો મેળવવા તપાસ હાથ ધરી છે.












