જૂનાગઢમાં સશસ્ત્ર દળ સૈનિક સન્માન કાર્યક્રમ, મહાનુભાવો ના હસ્તે  સૈનિક વીરોનું શાલ ઓઢાડીને અને પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું

જૂનાગઢ શહેરમાં સ્થિત સ્વામિનારાયણ સંસ્થાના જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે સશસ્ત્ર દળ સૈનિક સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ આ બંનેના સંયુક્ત માર્ગદર્શન અનુસાર દેશના વીર જવાનોનું સન્માન કરવાના ઉમદા હેતુથી આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.આ તકે અધ્યક્ષીય પ્રવચન આપતા ધારાસભ્ય શ્રી સંજયભાઇ કોરડીયાએ જણાવ્યું હતું કે, આજના બાળકોના હાથમાં આવતીકાલના દેશનું ભવિષ્ય રહેલું છે. તેથી બાળકોને નાનપણથી જ ધર્મ, શૂરવીરતા અને દેશપ્રેમના સંસ્કાર મળે તે માટે ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ જ શ્રેષ્ઠ ગણાય છે. અંતમાં તેઓએ બાળકોને દેશદાઝ રાખવા, દેશસેવામાં સતત તત્પર રહેવા, તમામ પ્રકારના વ્યસનો અને ખોટી આદતોથી આજીવન દૂર રહેવા માટે સલાહ આપી હતી.  કાર્યક્રમમાં મંચસ્થ મહેમાનોના હસ્તે દેશમાં વિવિધ સ્થળોએ અને બોર્ડર ઉપર ફરજ બજાવેલા નિવૃત સૈનિકો અને સેનાના વીરોનું શાલ ઓઢાડીને અને પુષ્પગુચ્છ આપીને તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન અને રૂપરેખા શહેર ભાજપ પ્રમુખશ્રી  ગૌરવભાઈ રુપારેલિયાએ આપી હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી નીતાબેન વાળાએ કરી હતી. ત્યારબાદ ‘જન ગણ મન’ ના ગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેર પર્સન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા, સ્વામિનારાયણ જ્ઞાનબાગ ગુરુકુળ સંસ્થાના કર્મચારીગણ, વિદ્યાર્થીઓ, સંસ્થાના ભાવિક ભક્તો સહિતના બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો