સંતરામપુર પો.સ્ટે.ના લુંટ તેમજ ધાડના ગુનામાં છેલ્લા ૨૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડતી મહીસાગર પેરોલ ફર્લો શાખા

રીપોર્ટ આસીફ લુણાવાડા 

સંતરામપુર પો.સ્ટે.ના લુંટ તેમજ ધાડના ગુનામાં છેલ્લા ૨૨ વર્ષથી

નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડતી મહીસાગર પેરોલ ફર્લો શાખા

 

પંચમહાલ-ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક સફીન હસન નાઓએ નાસતા-ફરતા આરોપીઓ તથા વોન્ટેડ તેમજ પેરોલ ફરારી આરોપીઓને શોધી કાઢવા માટે સુચના કરેલ હોય.

જે અંગે પેરોલ-ફર્લો શાખાના પો.સ.ઈ. બી.પી.પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ સંતરામપુર પો.સ્ટે. ફર્સ્ટ પાર્ટ ગુ.ર.ન.૬૧/૨૦૦૪ ઇપીકો કલમ ૩૯૫,૩૯૭ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(સી) મુજબના ગુન્હામાં છેલ્લા રર વર્ષથી નાસતો ફરતો આરોપી નામે રેવાન ઉર્ફે રોહનભાઈ બદીયાભાઇ ચારેલ ઉવ.૫૦ રહે ગામ બાલવાસા, ગોહિલીયા ફળીયુ તા.થાંદલા જિ.મધ્યપ્રદેશ નો સદર ગુનામાં છેલ્લા ૨૨ વર્ષથી નાસતો ફરતો હોય જે અંગે પેરોલ ફર્લો શાખાના એ.એસ.આઇ.દેવેન્દ્રભાઇ મોતીભાઇ બનં.૬૯૬ નાઓને અંગત બાતમીદાર થી ચોક્કસ માહિતી મળેલ કે આ આરોપી હાલમાં પોતાના ઘરે આવેલ છે જે ચોક્કસ માહીતીના આધારે તા.૦૧/૧૦/૨૦૨૬ ના રોજ પેરોલ ફર્લો શાખાના સ્ટાફના માણસો સરકારી વાહનમાં એમ.પી.ના બાલવાસા ખાતે તપાસમાં ગયેલ અને બાતમી હકિક્ત આધારે આરોપીનુ ઘર શોધી મોડી રાત્રીના અંધારામાં ઉપરોક્ત આરોપીના ઘર આસપાસ છુટાછવાયા વોચમાં રહી આરોપીના ઘરે તપાસ કરતા આરોપી ઘર આગળ જ સુતેલો મળી આવતા આરોપીની પુછપરછ અને ખરાઇ કરી આરોપીને ત્યાંથી હસ્તગત કરી નજીકના હરિનગર પોલીસ ચોકી કાંકણવાડી પોલીસ સ્ટેશન તા.થાંદલા ખાતે આ અંગે નોંધ કરાવી આરોપીને આગળની કાર્યવાહી સારુ સંતરામપુર પો.સ્ટે. ખાતે સોંપવામા આવેલ છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો