કેશોદમાં ગાંધી જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, આઝાદ કલબ અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે સર્વધર્મ પ્રાર્થના, પુષ્પાંજલિ અને પ્રસંગોચિત પ્રવચન યોજાયું

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે તેમના સત્ય, અહિંસા, સાદગી, સ્વચ્છતા અને માનવતાના વિચારોને જનમાનસ સુધી પહોંચાડવાના હેતુથી આઝાદ કલબ, કેશોદ તથા ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે આઝાદ કલબ પરિસરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ત્યાર પછી સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવળીયા, પ્રવીણભાઈ ભાલાળા, ભરતભાઈ કોરિયા, આઝાદ કલબ નાં ટ્રસ્ટી દિનેશ કાનાબાર, આર.પી.સોલંકી, ડાહ્યાભાઈ દેસાઈ, ડો.ભગવાનજીભાઈ દેવળીયા, પ્રકાશ રામાણી તેમજ ભારત વિકાસ પરિષદ અને આઝાદ કલબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આઝાદ કલબના પ્રમુખ જગમાલભાઈ નંદાણિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડો.સ્નેહલ તન્નાએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું. મુખ્ય વક્તા પરેશભાઈ ત્રિવેદીએ ગાંધીજીના જીવનચરિત્ર, સંઘર્ષ અને વિચારો પર પ્રકાશ પાડતા ગાંધીજીના સ્વપ્નના ભારત તથા રામરાજ્યના આદર્શો અંગે વિચારો રજૂ કર્યા હતા. તેમણે સત્ય, અહિંસા, નૈતિકતા અને રાષ્ટ્રહિતના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો હતો. અંતે આઝાદ કલબના પૂર્વ પ્રમુખ ડો. હમીરસિંહ વાળાએ આભારવિધિ કરી હતી. ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ તેમના વિચારોને જીવનમાં ઉતારવામાં જ છે તેવો સંદેશ કાર્યક્રમમાંથી આપવામાં આવ્યો હતો.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

 

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો