નારણ ગોહિલ લાખણી

લાખણી તાલુકાથી વાસણા (વા) ગામને જોડતા ડામર રોડના રિનોવેશન કામમાં ગેરરીતિ થઈ હોવાની રાવ ઉઠી છે. રોડનું કામ કરતી એજન્સી દ્વારા નિર્ધારિત પ્રમાણ કરતાં ઓછા પ્રમાણમાં મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ઓછી જાડાઈ મા મટીરીયલ પાથરી કામ પુર્ણ કરાયુ હોવા ના સ્થાનિકો ના આક્ષેપ
મળતી માહિતી મુજબ, રોડના રિનોવેશન દરમિયાન ડામર અને કપચીના મિશ્રણવાળું મટીરીયલ ઓછી માત્રામાં પાથરી રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હોવાની લોક ચર્ચા છે. ખાસ કરીને રોડની જાડાઈ (થીકનેશ) ઓછી રાખવામાં આવી હોવાના આક્ષેપોને પગલે કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે.સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે જો રોડનું રિનોવેશન કામ નક્કી કરાયેલા માપદંડ અને ગુણવત્તા મુજબ કરવામાં આવ્યું ન હોય તો આગામી સમયમાં રોડની ટકાઉપણાને અસર થઈ શકે છે. જે બાબતે સ્ટેટ રોડ ઓથોરિટી દ્વારા સ્થળ તપાસ કરી રોડના કામમાં વપરાયેલા મટીરીયલની ગુણવત્તા, જાડાઈ અને કામગીરીના માપદંડોની ચકાસણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રોડના કામ અંગે ઉઠેલા આક્ષેપોની તટસ્થ તપાસ કરવામાં આવે અને જો નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું સાબિત થાય તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે










