લાખણી તાલુકા બાર એસોસિએશનનો ભાડા વિધેયક ૨૦૨૬ નો વિરોધ

નારણ ગોહિલ લાખણ

લાખણી તાલુકા બાર એસોસિએશન દ્વારા તા. 30 સપ્ટેમ્બરના રોજ સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં ભાડા વિધેયક-2026 અંગે ચર્ચા કરવામાં આવી હતી. એસોસિએશનના જણાવ્યા મુજબ નવા વિધેયકના કારણે ગુજરાત રાજ્યના તમામ પક્ષકારો તેમજ વકીલોને મુશ્કેલી પડે તેવા સંજોગો ઊભા થઈ શકે છે.

સભામાં નવા કાયદાના વિરોધ સાથે તેમાં જરૂરી સુધારા-વધારા કરવાની માંગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વકીલોએ જણાવ્યું હતું કે નવા કાયદાની જોગવાઈઓના કારણે પક્ષકારો તેમજ વકીલોને મુશ્કેલી પડી શકે તેમ હોવાથી કાયદામાં જરૂરી ફેરફારો કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવી જરૂરી છે. આ મુદ્દે લાખણી તાલુકા બાર એસોસિએશને વિરોધ નોંધાવવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે યોજાયેલી સામાન્ય સભામાં તા. 1 ઓક્ટોબર 2025 અને તા. 3 ઓક્ટોબર 2025 દરમિયાન કોર્ટ કામકાજથી અળગા રહેવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો