બોડેલી પોલીસે પીછો કરી દારૂની ખેપ ઝડપી, રૂ.10.68 લાખનો મુદ્દામાલ જપ્ત

બોડેલી પોલીસે પ્રોહિબિશન વિરુદ્ધની કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો ઝડપી પાડ્યો છે. બોડેલી પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.એસ. બરંડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.એમ. રાઠોડ સહિતની સર્વેલન્સ ટીમ પ્રોહિ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે છોટાઉદેપુરથી બોડેલી તરફ આવતી અને વડોદરા તરફ જતી કાળા કલરની કિયા સોનેટ કાર નંબર MP-09-ZT-9769ને મેરીયા પુલ પાસે રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે વાહન રોકવા ઈશારો કરતાં ચાલકે કાર દૂર ઉભી રાખી કાર ચાલુ રાખીને ખેતરો તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે પીછો કરી ચાલકને ઝડપી પાડ્યો હતો. કારની તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની GOA SPIRIT OF SMOOTHNESS વિસ્કીની 180 એમએલની કુલ 1,173 બોટલ અને MOUNT 6000 SUPER STRONG બીયરની 500 એમએલની 120 ટીન મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ.2,68,011 થાય છે. ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી રૂ.8 લાખની કિયા સોનેટ કાર મળી કુલ રૂ.10,68,011નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પોલીસે અરવિંદભાઈ ઉર્ફે નાનકા ગણપતભાઈ તોમર, ઉંમર 20 વર્ષ, રહે. બડી સરદી, પટેલ ફળિયા, તા. કઠ્ઠીવાડા, જી. અલીરાજપુરને ઝડપી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીએસઆઈ કે.એમ. રાઠોડ, એએસઆઈ દિનેશભાઈ બચુભાઈ, એએસઆઈ ધનસુખભાઈ ઠાકરશીભાઈ, અ.હે.કો. હરેંદ્રસિંહ જયેંદ્રસિંહ, અ.હે.કો. વિજયભાઈ મનહરભાઈ અને અ.પો.કો. કિશનભાઈ જનીયાભાઈ સહિતની ટીમે કામગીરી કરી હતી.

રિપોર્ટર તોસીફ ખત્રી

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો