અરવલ્લી : LCB અને બિશ્નોઈ ગેંગ વચ્ચે એન્કાઉન્ટર, બિશ્નોઈ ગેંગના સાગરીતને પગમાં ગોળી મારી , PI સહિત ૩ ઈજાગ્રસ્ત 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : LCB અને બિશ્નોઈ ગેંગ વચ્ચે એન્કાઉન્ટર, બિશ્નોઈ ગેંગના સાગરીતને પગમાં ગોળી મારી , PI સહિત ૩ ઈજાગ્રસ્ત

*SP મનોહરસિંહ જાડેજાએ કહ્યું પોષડોડા ઘુસાડનાર બિશ્નોઈ ગેંગની સિન્ડિકેટને ગમે તે ભોગે તોડી નાખી જેલ ભેગી કરાશે*

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બિશ્નોઈ ગેંગની સ્કોર્પિયો ગાડીમાં પોષડોડા ઘુસાડવાની સિન્ડિકેટને તોડી નાખવા અરવલ્લી પોલીસે એક સપ્તાહમાં વધુ એક દિલધડક ઓપરેશન કર્યું છે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે માલપુરના મોર ડુંગરી ગામ નજીક સ્કોર્પિયો કારમાં પોષડોડાની હેરાફેરી કરતી બિશ્નોઈ ગેંગને પડકારતા પોલીસ જીપ પર ફાયરિંગ કરતા એલસીબી પીઆઇએ સ્વબચાવમાં ત્રણ ચાર રાઉન્ડ ફાયરિંગથી બિશ્નોઈ ગેંગના સાગરીતને પગમાં ગોળી વાગતા ઢળી પડ્યો હતો અન્ય એક સાગરીત ફરાર થઈ ગયો હતો પોલીસે ઈજાગ્રસ્ત માફિયાના હાથમાં રહેલી એક માઉઝર પિસ્તોલ તેમજ સ્કોર્પિયો ગાડીમાંથી વધુ એક માઉઝર પિસ્તોલ જપ્ત કરી હતી

અરવલ્લી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ PI એમ.એચ.ઝાલાને બિશ્નોઈ ગેંગ જીલ્લાના અંતરિયાળ માર્ગો પરથી સ્કોર્પિયો ગાડીમાં પોષડોડાનો જથ્થાની હેરાફેરી કરી રહી હોવાની બાતમી મળતા જીલ્લાના માર્ગો પર નાઈટ પેટ્રોલિંગ તેજ કરી દીધું હતું માલપુર તાલુકાના મોરડુંગરી નજીક નાકબંધી કરી પોષડોડા ભરી પસાર થતી સ્કોર્પિઓને રોકવાનો પ્રયત્ન કરતા બિશ્નોઈ ગેંગના સાગરીતે પોલીસજીપ પર બે રાઉન્ડ ફાયરિંગ કરતા એલસીબી પીઆઇ ઝાલાએ સ્વબચાવમાં ત્રણ ચાર રાઉન્ડ ફાયરિંગ કરતા ફાયરિંગ કરનારના પગે ગોળી વાગતા ઈજાગ્રસ્ત થતા ઢળી પડ્યો હતો એક આરોપી ફરાર થઇ ગયો હતો પોલીસે તેના હાથમાં રહેલી એક માઉઝર પિસ્તોલ અને સ્કોર્પિઓમાંથી એક માઉઝર પિસ્તોલ સહીત બે પિસ્તોલ જપ્ત કરી ફરાર આરોપીને ઝડપી પાડવા સમગ્ર જીલ્લામાં નાકાબંધી કરી છે પોલીસે સ્કોર્પિયોની સઘન તપાસ કરતા તેમાંથી ગુણિયો ભરીને રાખવામાં આવેલો ગેરકાયદેસર પોશડોડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડી તેમજ નશીલા દ્રવ્યોનો તમામ જથ્થો કબજે કરી એફએસએલ તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે

અરવલ્લીના માલપુર મોરડુંગરી નજીક સર્જાયેલ દિલધડક એન્કાઉન્ટરનો ઘટનાક્રમ

ગુજરાતમાં રાજસ્થાન સરહદ નજીકના માર્ગો પરથી થતી નશાની હેરાફેરી સામે પોલીસ તંત્ર સતત બાજ નજર રાખી રહ્યું છે.ગુરુવારે રાત્રીના સુમારે માલપુર તાલુકાના મોરડુંગરી ગામ નજીક વાહન ચેકિંગ દરમિયાન અચાનક ગોળીબારની સ્થિતિ સર્જાઈ હતી. બિશ્નોઈ ગેંગના સાગરીતો કાળા કલરની સ્કોર્પિયો કારમાં પ્રતિબંધિત પોશડોડાનો મોટો જથ્થો લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને ઘેરી લેવાની યોજના બનાવી હતી. જો કે, આરોપીઓએ શરણાગતિ સ્વીકારવાને બદલે હિંસક વલણ અખત્યાર કર્યું હતું.

ચોક્કસ બાતમીના આધારે વોચ અને સ્કોર્પિયોમાંથી જીવલેણ હુમલાનો પ્રયાસ

અરવલ્લી LCB ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે ઉત્તર ભારત તરફથી એક શંકાસ્પદ સ્કોર્પિયો વાહન મારફતે નશીલા દ્રવ્યોની ખેપ મારવામાં આવી રહી છે. બાતમીના આધારે મોરડુંગરીગામ નજીક ચુસ્ત ફિલ્ડિંગ ગોઠવવામાં આવી હતી. જેવી સ્કોર્પિયો કાર નજીક આવી કે તરત જ પોલીસે તેને અટકાવવા બેરિકેડ્સ ગોઠવી ઈશારો કર્યો હતો. નાકાબંધી જોઈ કારમાં સવાર બિશ્નોઈ ગેંગના સાગરીતોએ ગભરાટ વગર પિસ્તોલ કાઢી પોલીસ જવાનો પર બે રાઉન્ડ ફાયરિંગ કરતા ક્ષણભરમાં પરિસ્થિતિ ગંભીર અને જીવલેણ બની ગઈ હતી.

LB પોલીસ દ્વારા આત્મરક્ષણ અર્થે ત્રણ ચાર રાઉન્ડ વળતો ગોળીબાર કરીબિશ્નોઈ ગેંગના સાગરીતને પગ પર ગોળી મારી

બ્લેક કલરની સ્કોર્પિયોમાં ગાડીમાં રહેલા બિશ્નોઈ ગેંગના સાગરીતોએ પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કરતા પીઆઈ ઝાલાએ અદભુત સમયસૂચકતા દાખવી સ્વબચાવમાં ત્રણ ચાર રાઉન્ડ બિશ્નોઈ ગેંગના સાગરીત પર કરતા એક સાગરીતના પગ પર ગોળી મારતા ઈજાગ્રસ્ત થઈ ઢળી પડ્યો હતો એલસીબી પોલીસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે એન્કાઉન્ટર થતા સમગ્ર વિસ્તાર ગોળીબારથી ધણધણી ઉઠ્યો હતો

ફરાર આરોપીની ધરપકડ માટે સરહદી વિસ્તારોમાં સઘન નાકાબંધી

અરવલ્લી જિલ્લો રાજસ્થાનની સીમા સાથે જોડાયેલો હોવાથી ફરાર થયેલ બિશ્નોઈ ગેંગનો સાગરીત રાજ્ય બહાર પલાયન ન થઈ જાય તે માટે તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટો પર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાબરકાંઠા અને અરવલ્લીના ગ્રામીણ માર્ગો પર નાકાબંધી વધારી દેવાઈ છે.પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, ડ્રોન સર્વેલન્સ અને સ્નિફર ડોગ્સની મદદથી આસપાસના જંગલ તથા કોતરોમાં સઘન કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

*ગાંધી જયંતિએ પાટણમાં સ્વચ્છતાનો સંદેશ : કલેક્ટરશ્રી સહિત મહાનુભાવોએ કર્યું શ્રમદાન* *“સ્વચ્છતા કોઈ એક વિભાગનું નહીં, સૌની સહિયારી જવાબદારી છે” : કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવા* *‘સેવા હી સંકલ્પ અભિયાન’ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન* માહિતી બ્યુરો, પાટણ તા.૦૨/૧૦/૨૦૨૬ સમાચાર સંખ્યા: ૬૫૪/૧૦ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પાટણ ખાતે જિલ્લા વહીવટી તંત્ર, પાટણ નગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ પાટણના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવા સહિત ઉપસ્થિત મહાનુભાવો, અધિકારી-કર્મચારીઓ અને નાગરિકોએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પાટણ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવા તેમજ ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારી-કર્મચારીઓ દ્વારા પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ આનંદ સરોવર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સહિત મહાનુભાવોએ હાથમાં ઝાડુ લઈને સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા આયોજિત ‘સેવા હી સંકલ્પ અભિયાન’ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવાના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે ઉપસ્થિત સૌએ સ્વચ્છતા જાળવવા અંગે શપથ ગ્રહણ કરી સ્વચ્છ પાટણના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવાએ ઉપસ્થિત નાગરિકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, ગાંધી જયંતિ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, અધિકારી-કર્મચારીઓ અને પાટણ નગરપાલિકાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ આનંદની બાબત છે. ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વચ્છતાનો સુંદર સંદેશ આપ્યો છે, જે અભિનંદનને પાત્ર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ માત્ર પ્રતીકાત્મક ન રહે, પરંતુ તેને રોજિંદા જીવનમાં ઉતારવાની જરૂર છે. શહેરમાં કોઈ સ્થળે પ્લાસ્ટિક કે અન્ય કચરો જોવા મળે તો નાગરિકો નગરપાલિકા દ્વારા ઉપલબ્ધ એપ્લિકેશન મારફતે તેનો ફોટો અપલોડ કરી શકે છે, જેથી નગરપાલિકા દ્વારા જરૂરી સફાઈ કાર્યવાહી હાથ ધરવામાં આવે અને ‘બિફોર-આફ્ટર’ની સ્થિતિ પણ જાણી શકાય. જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા કોઈ એક સંસ્થા કે વિભાગનું કામ નથી, પરંતુ સૌની સહિયારી જવાબદારી છે. પાટણ શહેર સ્વચ્છ રહેશે તો આપણું જીવન અને સમગ્ર સમાજ સ્વચ્છ તથા સ્વસ્થ રહેશે. તેથી દરેક નાગરિકે જાગૃત બની સ્વચ્છતા જાળવવામાં પોતાનું યોગદાન આપવું જોઈએ. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સ્વચ્છતા જાળવવા, જાહેર સ્થળોએ કચરો ન ફેલાવવા અને અન્ય લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી ચંદ્રિકાબેન રાવલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી મેહુલ બરાસરા, પ્રાંત અધિકારીશ્રી જેનીશ પાંડવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.કે. મકવાણા, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી હિરલબેન ઠાકર સહિતના અધિકારી-કર્મચારીઓ, મહાનુભાવો, સંગઠનના કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો