શિનોરની જે.સી. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ખેલ મહાકુંભ 2026 અંતર્ગત ખો-ખો અને રસ્સા ખેંચની મેચો યોજાઈ

ફૈઝ ખત્રી..શિનોર
શિનોર મુકામે આવેલી જે.સી. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ખેલ મહાકુંભ 2026 અંતર્ગત ખો-ખો અને રસ્સા ખેંચની મેચો યોજાઈ હતી. જેમાં અંડર-14, અંડર-17 તેમજ ઓપન એજ ગ્રુપના ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ખેલ મહાકુંભ 2026 અંતર્ગત વડોદરા જિલ્લાના શિનોર મુકામે આવેલી જે.સી. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ખો-ખો અને રસ્સા ખેંચની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખો-ખોની સ્પર્ધામાં કુલ 26 ટીમોએ ભાગ લીધો હતો, જ્યારે રસ્સા ખેંચની સ્પર્ધામાં ઓપન એજ ગ્રુપના ભાઈઓની કુલ 5 ટીમોએ ભાગ લીધો હતો.

સ્પર્ધા દરમિયાન તમામ ખેલાડીઓએ ઉત્સાહ અને રમતગમતની ભાવના સાથે પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. સમગ્ર આયોજન દરમિયાન ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો