નવસારીમાં ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીને ભાવભીની શ્રદ્ધાંજલિ

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે નવસારી ખાતે આજે બાપુજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ફૂલહાર પહેરાવવામાં આવ્યો હતો. તેમજ સૂતરની આંટી અર્પણ કરી મહાત્મા ગાંધીજીને ભાવપૂર્વક વંદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નવસારીના મેયર અશોકભાઈ ધોરાજીયા, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય, જિલ્લા સંગઠન પ્રમુખ ભુરાલાલ શાહ, ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ, શાસક પક્ષના નેતા નરેશકુમાર પુરોહિત તથા ચેરમેન સુનિલ લાંજેવાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીના સત્ય, અહિંસા, સ્વચ્છતા અને માનવતાના વિચારોને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે બાપુજીના આદર્શોને જીવનમાં ઉતારવા તથા સ્વચ્છતા અને માનવતાના સંદેશને જનજીવનમાં વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો