નવસારીમાં કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર. પાટીલના હસ્તે રૂ.1.83 કરોડના ખર્ચે નવનિર્મિત સિટી બસ પોર્ટનું લોકાર્પણ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ આધુનિક અને સુવ્યવસ્થિત બનાવવા માટે નવનિર્મિત સિટી બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે તથા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં શહેરના અનેક આગેવાનો, અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે નવસારીના મેયર અશોકભાઈ ધોરાજિયા, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, મહાનગરપાલિકા કમિશનર જયેશ ઉપાધ્યાય (IAS), જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ, ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ, શાસક પક્ષના નેતા નરેશકુમાર પુરોહિત, દંડક રાકેશભાઈ પટેલ, ચેરમેન સુનિલ લાંજેવાર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

શહેરમાં વર્ષોથી કાર્યરત જૂના બસ પોર્ટના માળખાને દૂર કરી આજની જરૂરિયાતોને અનુરૂપ નવા સિટી બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આશરે ₹1.83 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ બસ પોર્ટમાં એકસાથે 60થી 70 મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બસોના આગમન અને પ્રસ્થાનને સુવ્યવસ્થિત બનાવવા માટે 6 બસ પ્લેટફોર્મ તથા એકસાથે 8 બસના પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે.

મુસાફરોને બસના રૂટ અને સમય અંગે સરળતાથી માહિતી મળી રહે તે માટે બસ ટ્રાવેલિંગ શેડ્યૂલ તથા ઇન્ક્વાયરી વિન્ડોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સુવિધાઓથી મુસાફરોને બસ સેવા અંગે જરૂરી માહિતી મેળવવામાં સરળતા રહેશે.

નવા બસ પોર્ટના નિર્માણ દરમિયાન નવસારી શહેરની ઐતિહાસિક ઓળખ જળવાઈ રહે તે માટે બસ પોર્ટ ખાતે આવેલી મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડજીની પ્રતિમા યથાવત્ રાખવામાં આવી છે. સાથે જ શક્ય તેટલા હયાત વૃક્ષોને જાળવી રાખીને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવવામાં આવ્યો છે.

નવનિર્મિત સિટી બસ પોર્ટથી નવસારી શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાને નવી દિશા મળવાની સાથે મુસાફરોને વધુ સુવિધા અને બસ સંચાલનમાં વધુ સુગમતા રહેવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. શહેરના આધુનિક વિકાસ સાથે ઐતિહાસિક વારસાનું જતન થાય તે રીતે તૈયાર કરાયેલું આ બસ પોર્ટ નવસારીના જાહેર પરિવહન માળખામાં મહત્વનો ઉમેરો બન્યું છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો