ગાંધી જયંતિ નિમિત્તે શહેરામાં બસ સ્ટેશન અને પ્રાંત કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તા. ૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ શહેરા ખાતે “સ્વચ્છતા એ જ સેવા, સ્વચ્છતા એ જ સંસ્કાર”ના મંત્ર સાથે વિશેષ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. શહેરા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ આહીરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ અભિયાન અંતર્ગત શહેરા પ્રાંત કચેરી તથા બસ સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

ગાંધીજીના સ્વચ્છ અને સુંદર ભારતના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા અભિયાન દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ, આગેવાનો અને નગરપાલિકાના કર્મચારીઓએ સ્વહસ્તે સફાઈ કામગીરીમાં જોડાઈ શ્રમદાન કર્યું હતું. આ પ્રસંગે સ્વચ્છતાને જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વચ્છ શહેરા, સ્વચ્છ ગુજરાત અને સ્વચ્છ ભારતના નિર્માણમાં સૌએ સક્રિય સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.

સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક, શહેરા મામલતદાર ધર્મેન્દ્રભાઈ પટેલ, પ્રાંત અધિકારી ડૉ. એમ. કે. ડોડીયા, શહેરા તાલુકા પંચાયતના ટીડીઓ જયમીન શુક્લા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ભરતભાઈ ગઢવી સહિત નગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અધિકારીઓ, આગેવાનો અને કર્મચારીઓએ સફાઈ કામગીરીમાં જોડાઈ સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો