સુરેન્દ્રનગરમાં ગાંધી જયંતી પ્રસંગે વિવિધ કાર્યક્રમો: મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે બાપુની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરાઈ

તા.02/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો દ્વારા હોસ્પિટલ પરિસરમાં સામુહિક શ્રમદાન અને સ્વચ્છતા અભિયાન, સુરેન્દ્રનગર: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક વિવિધ સેવાકીય તથા પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ પરિસરમાં રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં પૂજ્ય બાપુને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બાપુની પ્રતિમાને સૂતરની આંટીથી શ્રદ્ધાસુમન ઉજવણીના પ્રારંભે મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે એકત્રિત થયેલા મહાનુભાવો દ્વારા પૂજ્ય બાપુની પ્રતિમાને ભક્તિભાવ પૂર્વક સૂતરની આંટી પહેરાવીને ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પૂજ્ય બાપુના વિચારો અને દર્શનને યાદ કરી સૌ કોઈએ તેમના આદર્શો પર ચાલવાનો સંકલ્પ લીધો હતો. સ્વચ્છતા અભિયાન દ્વારા શ્રમદાનનું ઉદાહરણ બાપુના ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના સંદેશને ચરિતાર્થ કરવાના ઉદ્દેશથી હોસ્પિટલ પરિસરમાં સામુહિક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય દંડક સહિતના તમામ જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ સ્વયં હાથમાં સાવરણો પકડી શ્રમદાન કર્યું હતું અને હોસ્પિટલ પરિસરની સફાઈ કરી હતી. તેમણે નાગરિકોને પોતાના ઘર અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે પ્રેરણા આપી હતી. સ્વદેશી આંદોલનના પ્રણેતા ગાંધીજીની જયંતી પર સ્થાનિક ઉદ્યોગો અને ખાદીને બળ આપવાના આશયથી કાર્યક્રમ બાદ સર્વે મહાનુભાવોએ ખાદી ભંડારની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સ્વયં ખાદીના વસ્ત્રો તથા અન્ય સામગ્રીની ખરીદી કરી હતી. આ મુલાકાત દ્વારા મહાનુભાવોએ ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને સમર્થન આપી લોકોને પણ ખાદી અપનાવવા અપીલ કરી હતી. આ ગૌરવવંતા પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર શ્રીમતી સ્મિતાબેન રાવલ, કારોબારી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, સુધરાઈ સમિતિ તથા વિવિધ સમિતિઓના હોદ્દેદારો અને સભ્યો જોડાયા હતા. તેમજ અગ્રણી દેવાંગભાઈ રાવલ, વિપુલભાઈ ચૌહાણ, જયભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો