અંજાર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ હોસ્પિટલ પરિસરમાં શ્રમદાન કરી સ્વચ્છતાનો પ્રેરક સંદેશ આપ્યો.

અંજાર,તા-૦૨ ઓક્ટોબર : અંજાર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત “સ્વચ્છતા હી સેવા-૨૦૨૬” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લાના અંજાર ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા ઉપસ્થિત રહ્યા હતા.આ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ દરમિયાન શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ અંજાર નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા તેમજ અન્ય સ્થાનિક હોદ્દેદારો, પદાધિકારીઓ,અધિકારીઓ સાથે મળીને અંજાર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ પરિસરમાં સાફસફાઈ કરી હતી. રાજ્યમંત્રી સહિત જનપ્રતિનિધિઓએ જાતે જ શ્રમદાન કરીને હોસ્પિટલ સંકુલને સ્વચ્છ બનાવ્યું હતું અને ઉપસ્થિત તમામ લોકોને રોજિંદા જીવનમાં સ્વચ્છતા જાળવવા અંગેનો સકારાત્મક સંદેશ આપ્યો હતો.આ સફાઈ અભિયાનમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા,હોસ્પિટલના અધિક્ષક રોબિનસિંહ રાઠોડ,નગરપાલિકા સહિત સંગઠનના પદાધિકારીઓ, તબીબો,નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ શહેરના નાગરિકો પણ જોડાયા હતા. સૌએ સાથે મળીને હોસ્પિટલના વિવિધ વિભાગો અને આસપાસના પરિસરને સ્વચ્છ બનાવ્યું હતું.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો