મોડી રાત્રે અંધારામાં વોચ ગોઠવી સંતરામપુર પોલીસે મધ્યપ્રદેશથી પકડ્યો ૨૨ વર્ષથી ૨ા૨ લૂંટનો આરોપી

રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર
બાલવાસા ગામમાંથી ૨૨ વર્ષથી નાસતા ફરતા આરોપી રેવાન ચારેલની ધરપકડ
૨૨ વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી મહીસાગર પોલીસ

પંચમહાલ-ગોધરા રેન્જ નાયબ| પોલીસ મહાનિરીક્ષક વિધિ ચોધરી તથા મહિસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા-ફરતા, વોન્ટેડ તેમજ પેરોલ ફરારી આરોપીઓને શોધી કાઢવા માટે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મહિસાગર પેરોલ-ફર્લો શાખાના પોલીસ સબ ઈન્સ્પેકટર બી.પી. પટેલના
માર્ગદર્શન હેઠળ સંતરામપુર પોલીસ | સ્ટેશનના લૂંટ, ધાડ તથા આર્મ્સ એકટ કલમના ગુનામાં છેલ્લા ૨૨ વર્ષથી નાસતો ફરતો આરોપી રેવાન ઉર્ફે રોહનભાઈ બદીયાભાઈ ચારેલ ઉંમર વર્ષ -૫૦, બાલવાસા ગામ, ગોહિલીયા ફળીયુ, તાલુકો-થાંદલા, જિલ્લો-મધ્યપ્રદેશ પોતાના ઘરે આવ્યો હોવાની ચોક્કસ બાતમી પેરોલ-ફર્લો શાખાની ટીમને મળી હતી. આ બાતમીના આધારે ગત રોજ પેરોલ-ફર્લો શાખાની ટિમ સરકારી વાહનમાં |
મધ્યપ્રદેશના બાલવાસા ખાતે તપાસમાં પહોંચી હતી. મોડી રાત્રે અંધારામાં આરોપીના ઘર આસપાસ વોચ ગોઠવી | તપાસ કરતા આરોપી ઘર આગળ જ સૂતેલો મળી આવ્યો હતો.
પોલીસે તેની પૂછપરછ અને ખરાઈ કરી હસ્તગત કરી નજીકના હરિનગર પોલીસ ચોકી, કાંકણવાડી પોલીસ સ્ટેશન થાંદલા ખાતે નોંધ કરાવી આરોપીને આગળની કાર્યવાહી અર્થે સંતરામપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો









