3 ઓક્ટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ભારતીય માનક બ્યુરો (Bis) દ્વારા સંચાલિત સ્ટાન્ડર્ડ ક્લબ અંતર્ગત ગાંધી જયંતિ પર્વની ઉજવણી નિમિત્તે 02/10/2026 ના રોજ માતૃશ્રી એસ.બી વી ચાવડા સરસ્વતી હાઇસ્કુલ પાલનપુર ખાતે “”લર્નિંગ સાયન્સ વાયા સ્ટાન્ડર્ડ “”વિષય પર પોસ્ટર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં 110 વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ વસ્તુમાં લાગુ પડતા વિજ્ઞાનના વિવિધ નિયમો વિશે ની ઊંડાણપૂર્વક સમજ મેળવી જ્ઞાનમાં વધારો કર્યો આ સમગ્ર સ્પર્ધા શાળાના આચાર્યશ્રી નરેન્દ્રસિંહ દેવડા ના માર્ગદર્શન હેઠળ માધ્યમિક વિભાગ રૂમનાબેન સિંધી તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ શ્રી રાજેશભાઈ ભાટિયા દ્વારા સંચાલન કરવામાં આવ્યું.










