MORBI:મોરબી તાલુકા પંચાયતમાં વધુ એક વિવાદ: પત્ની સદસ્ય હોવા છતાં પતિએ પોતાના નામે ‘સદસ્યશ્રી’ લખેલું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ

MORBI:મોરબી તાલુકા પંચાયતમાં વધુ એક વિવાદ: પત્ની સદસ્ય હોવા છતાં પતિએ પોતાના નામે ‘સદસ્યશ્રી’ લખેલું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ

મોરબી:સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામત અને મહિલા સશક્તિકરણ માત્ર કાગળ પર જ રહેતું હોય તેવો વધુ એક કિસ્સો મોરબી તાલુકા પંચાયતમાં સામે આવ્યો છે. ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિના સ્થાને તેમના પતિ દ્વારા હોદ્દાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરવામાં આવતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકા પંચાયતમાં સદસ્ય તરીકે મિરાબેન રોહિત વિલપરા ચૂંટાયેલા છે. જોકે, તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક મેગા મેડિકલ કેમ્પ અંગેનું પોસ્ટર વાયરલ થયું છે. જેમાં ચૂંટાયેલા મહિલા સદસ્યના બદલે તેમના પતિ રોહિત વિલપરાનો ફોટો મૂકવામાં આવ્યો છે અને નીચે સ્પષ્ટપણે “રોહિત વિલપરા – સદસ્ય શ્રી મોરબી તાલુકા પંચાયત” એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બંધારણીય રીતે પત્ની પંચાયતના સદસ્ય હોવા છતાં, પતિ દ્વારા પોતે સદસ્ય હોય તે રીતે હોદ્દો દર્શાવીને પ્રચાર-પ્રસાર કરાતાં રાજકીય અને સ્થાનિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. પંચાયતી રાજમાં ‘પતિરાજ’ ચાલતું હોવાનો આ કિસ્સો સામે આવતાં હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું વહીવટી તંત્ર કે પક્ષ દ્વારા આવા કિસ્સાઓ સામે કોઈ ધ્યાન આપવામાં આવશે કે પછી ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓ માત્ર રબર સ્ટેમ્પ જ બની રહેશે?

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો 

Horoscope

Weather

વધુ વાંચો

Rajkot: મૃતદેહ સોંપવાની પ્રક્રિયા વધુ ચોકસાઈ ભરી બનાવવા કાલથી જ નંબર અને કોડ સિસ્ટમ સાથેની વૈજ્ઞાનિક SOPનો કડક અમલ કરાશે : આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો 

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો