તા.૦૩.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ તાલુકાના રેટિયા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો
રેટિયા ખાતે યોજાયેલા સેવા સેતુમાં 277 લાભાર્થીઓની OPD તપાસ, 148 આયુષ્માન કાર્ડ અને 162 લાભાર્થીઓના એક્સ-રે કરવામાં આવ્યા દાહોદ જિલ્લામાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ અંતર્ગત રેટિયા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય સહિત વિવિધ સરકારી સેવાઓનો લાભ નાગરિકોને આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓએ ઉપસ્થિત રહી વિવિધ સેવાઓનો લાભ લીધો હતો કેમ્પ દરમિયાન 277 લાભાર્થીઓની OPD તપાસ, 148 લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ તથા 162 લાભાર્થીઓની બ્લડ સુગર તપાસ કરવામાં આવી હતી. તેમજ PMVY યોજના અને નમો શ્રી યોજના હેઠળ 5 લાભાર્થીઓને વિવિધ સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો.આ ઉપરાંત ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા 162 લાભાર્થીઓનું ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્ય સેવાઓ, સરકારી યોજનાઓ તેમજ રોગોની સમયસર તપાસ અને સારવાર અંગે લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે 2 ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 5 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, પ્રાંત અધિકારી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના સભ્યઓ , સરપંચઓ , મેડિકલ ઓફિસરઓ, આરોગ્ય વિભાગનો સ્ટાફ તથા પ્રોગ્રામ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળ પર જ વિવિધ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતા રેટિયા અને આસપાસના વિસ્તારના સ્થાનિક નાગરિકોને ઘરઆંગણે આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળ્યો હતો. ‘સેવા સેતુ’ના માધ્યમથી આરોગ્ય સેવાઓ અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી અને અસરકારક રીતે લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો









