ઓખા નગરપાલિકા ચૂંટણીમાં 75 ઉમેદવારો વચ્ચે મહામુકાબલો…

ઓખા નગરપાલિકા ચૂંટણીમાં 75 ઉમેદવારો વચ્ચે મહામુકાબલો…

વોર્ડ નં. 4ની ચારેય બેઠકો ભાજપના ફાળે બિનહરીફ…

બાકીની 32 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ..

દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026નો ચૂંટણી જંગ હવે અંતિમ તબક્કામાં પ્રવેશ્યો છે.

જામનગર

(નયના દવે દ્વારા)

આગામી 11 ઓક્ટોબર, રવિવારે યોજાનારી ચૂંટણીમાં 8 વોર્ડની 32 બેઠકો માટે કુલ 75 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે વોર્ડ નં. 4ની ચારેય બેઠકો ભાજપના ફાળે બિનહરીફ ગઈ છે.

ઓખા નગરપાલિકાનાં કુલ 9 વોર્ડની 36 બેઠકો પૈકી વોર્ડ નં. 4ની ચાર બેઠકો બિનહરીફ થતાં હવે બાકીની 32 બેઠકો માટે ભાજપના 32, કોંગ્રેસના 28 અને આમ આદમી પાર્ટીના 15 મળી કુલ 75 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. અન્ય કોઈ પક્ષ કે અપક્ષ ઉમેદવાર મેદાનમાં નથી.

દસ વર્ષના પરિણામો બાદ ફરી ચૂંટણી જંગ…

ઓખા નગરપાલિકાની અગાઉની સામાન્ય ચૂંટણીઓના ચિતાર પર નજર કરીએ તો 2016માં 36 બેઠકો પૈકી ભાજપે 20 અને કોંગ્રેસે 16 બેઠકો મેળવી હતી. ત્યારબાદ 2021માં ભાજપે 34 અને કોંગ્રેસે 2 બેઠકો મેળવી હતી. આમ, અગાઉની બંને ચૂંટણીઓમાં ભાજપનું પ્રભુત્વ રહ્યું હતું.

હવે 2026ની ચૂંટણીમાં ભાજપ ફરી વિકાસના મુદ્દા સાથે મેદાનમાં છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ સ્થાનિક પ્રશ્નોને આગળ ધરીને મતદારોનો સંપર્ક કરી રહ્યા છે. ત્રણેય પક્ષના ઉમેદવારો, આગેવાનો અને કાર્યકરો દ્વારા પ્રચારકાર્ય તેજ બનાવવામાં આવ્યું છે.

લાઈટ-પાણીથી લઈને જમીન દબાણ સુધીના સ્થાનિક મુદ્દા

ઓખા નગરપાલિકામાં ઓખા, બેટ, આરંભડા અને સુરજકરાડી એમ ચાર ગામોનો સમાવેશ થાય છે.

ચૂંટણીમાં લાઈટ, પાણી, રોડ-રસ્તા, સફાઈ, આરોગ્ય, શિક્ષણ તેમજ જમીન દબાણ જેવા સ્થાનિક પ્રશ્નો ચર્ચાના કેન્દ્રમાં છે.

ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય શરૂ કરી સંગઠિત રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને ઉમેદવારો દ્વારા અગાઉના વર્ષોમાં થયેલા વિકાસકાર્યોનો હિસાબ રજૂ કરીને મત માગવામાં આવી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ અને આપના ઉમેદવારો તથા કાર્યકરો ડોર-ટુ-ડોર સંપર્ક કરી સફાઈનો અભાવ, સ્થાનિક રોજગારી સહિતના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

વિશેષ ભૌગોલિક અને ઔદ્યોગિક મહત્વ ધરાવતી પાલિકા..

વિસ્તારની દૃષ્ટિએ ઓખા નગરપાલિકા લગભગ 17 કિલોમીટર‌ લાંબા વિસ્તારમાં વિસ્તરેલી મહત્વની પાલિકા છે. બેટમાં વિશ્વવિખ્યાત યાત્રાધામ બેટ-દ્વારકા ખાતે દ્વારકાધીશ ભગવાનનું મંદિર આવેલું છે. નજીકમાં ટાટા કેમિકલ્સ લિ., બી.એલ.એ. કોક પ્રા. લિ. સહિતના ઉદ્યોગો આવેલા છે.

ઓખામાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકનું બંદર આવેલું છે. ઉપરાંત આશરે 3,000 જેટલી ફિશિંગ બોટ ધરાવતું ડાલડા મત્સ્ય બંદર તેમજ દેશ-વિદેશમાં જાણીતો સુદર્શન સેતુ પણ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલો છે. દેશની સુરક્ષા સાથે સંકળાયેલી મહત્વની સંસ્થાઓની હાજરીને કારણે પણ ઓખા નગરપાલિકાનું વ્યૂહાત્મક મહત્વ વધે છે.

કાયમી ચીફ ઓફિસરની ખોટ પાલિકા સામે મોટો પ્રશ્ન..

આટલી વિશેષતાઓ અને મહત્વ ધરાવતી ઓખા નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરનો અભાવ પણ ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા લાંબા સમયથી દ્વારકાનાં ચીફ ઓફિસર પાસે ઓખા નગરપાલિકાનો વધારાનો ચાજૉ છે.
હવે આ દ્વારકા ની મહત્વ ની જવાબદારી માંડ સંભાળી શકે તેવી સ્થિતિ વચ્ચે ઓખામાં શું ધ્યાન આપી શકે ?
કાયમી ચીફ ઓફિસર ન હોવાથી સ્થાનિક પ્રજાના કામકાજ અને વહીવટી કામગીરીને અસર થતી હોવાની ચર્ચા છે.
આ ઉપરાંત ઓખા નગરપાલીકા પાસે કોઈ કાયમી સ્ટાફ નથી.
તમામ સ્ટાફ હંગામી કહી શકાય.
યોગ્ય તાલીમનો અભાવ અને કાયૅકુશળતાની ખામી ઉપરાંત અનુભવ ઓછો હોવાથી ફાયર વિભાગ, સફાઈ,પાણી વિતરણ, સ્ટ્રીટ લાઈટ,સેનીટેશન અને સિવિલ જેવાં કામોમાં નિયમિતતા, ગુણવત્તા અને ક્વોલિટી ની ખામીઓ જોવા મળે છે.

હવે આગામી 11 ઓક્ટોબરે ચાર ગામોના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 32 બેઠકો માટેના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણી બાદ ઓખા નગરપાલિકામાં આગામી બોર્ડમાં કયા પક્ષનું સંખ્યાબળ કેટલું રહેશે અને પ્રમુખપદની કમાન કોના હાથમાં જશે, તેના પર સૌની નજર મંડાઈ છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો 

Horoscope

Weather

વધુ વાંચો

Rajkot: મૃતદેહ સોંપવાની પ્રક્રિયા વધુ ચોકસાઈ ભરી બનાવવા કાલથી જ નંબર અને કોડ સિસ્ટમ સાથેની વૈજ્ઞાનિક SOPનો કડક અમલ કરાશે : આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો 

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો