MORBI: કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી નવા બસ સ્ટેન્ડની મુલાકાત લઈ સુવિધાઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું


મોરબી જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આજે મોરબીના નવા બસ સ્ટેન્ડની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન કલેક્ટરશ્રીએ બસ સ્ટેન્ડ ખાતે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ તેમજ મુસાફરો માટેની વ્યવસ્થાઓનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

મુસાફરોને સુવિધાસભર અને સુગમ સેવા મળી રહે તે માટે બસ સ્ટેન્ડ ખાતેની વ્યવસ્થાઓ અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.













