વલસાડ જિલ્લામાં “આંગણ મિલન સેવા” કાર્યક્રમની પૂર્ણાહૂતી : આંગણોત્સવમાં ૫૮,૧૪૯ લોકોએ ભાગ લીધો

ચંદ્રવદન બી મકવાણા
જિલ્લાની ૧૯૧૬ આંગણવાડી કેન્દ્રો પર વિવિધ આકર્ષક અને ઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી
—-
આ ઉત્સવથી જિલ્લામાં ગ્રામીણ સ્તરે મહિલા અને બાળ વિકાસની યોજનાઓ વધુ લોકભોગ્ય બની
—-
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૦૩ ઓક્ટોબર
વલસાડ જિલ્લામાં તા. ૨૫ સપ્ટેમ્બર થી ૩ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન “આંગણ મિલન સેવા” એટલે કે “આંગણોત્સવ” કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓ અને ઘટકમાં આવેલી આંગણવાડીઓમાં બાળકો, માતાઓ અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં અનેકવિધ પ્રવૃત્તિઓ ઉત્સાહભેર યોજાઈ હતી.
વલસાડ જિલ્લામાં આ કાર્યક્રમને કુલ ૧,૯૧૬ આંગણવાડી કેન્દ્રો પરથી ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડ્યો છે. સમગ્ર જિલ્લાભરમાંથી કુલ ૫૮,૧૪૯ જેટલા નાગરિકો, માતાઓ, બાળકો અને લાભાર્થીઓ આ આંગણોત્સવમાં સક્રિયપણે સહભાગી થયા હતા. ધરમપુર, કપરાડા, નાનાપોંઢા, પારડી, ઉમરગામ, વલસાડ અને વાપી સહિતના તમામ વિસ્તારોમાં મળીને કુલ ૧,૯૧૬ આંગણવાડીઓમાં કુલ ૫૮,૧૪૯ લાભાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી.
આંગણોત્સવ કાર્યક્રમ અંતર્ગત VHSNC ના સદસ્યો, સ્થાનિક જનપ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યો અને મહિલા અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિવિધ આકર્ષક અને ઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમકે, આંગણવાડી પર ફળ અને મીઠાઈ / સુખડીનું વિતરણ, આંગણવાડીના ભૂલકાઓ દ્વારા સુંદર બાળગીતો, બાળ-વાર્તાઓ, રમતો અને ચિત્રકામની પ્રવૃત્તિઓ પ્રસ્તુત કરવામાં આવી, માતાઓ અને કિશોરીઓ સાથે આરોગ્ય, પોષણ અને બાળ ઉછેર અંગે વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન સભા યોજાઈ, ઉત્તમ કામગીરી કરનાર અને નિયમિત રહેનાર બાળકો/માતાઓને ‘પોષણ ચેમ્પિયન એવોર્ડ’ આપી સન્માનિત કરાયા. પૌષ્ટિક આહાર (THR) નું યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરાયું. મુખ્યમંત્રીશ્રીના પ્રેરણાત્મક સંદેશનું વાંચન અને વિતરણ કરવામાં આવ્યું અને આંગણવાડી વર્કર, હેલ્પર અને આશા વર્કર્સની ઉત્કૃષ્ટ સેવાઓ અને કામગીરી બદલ તેમનું સન્માન પત્ર આપી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.
આ સાપ્તાહિક અભિયાન અંતર્ગત નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન પટેલ, મહિલા અને બાળ વિકાસ સમિતિ ચેરમેન દક્ષાબેન ચૌધરી, પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ, સ્થાનિક ધારાસભ્યો તેમજ નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખો – સભ્યો, સંગઠનના પદાધિકારીઓ અને તમામ તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારીઓ દ્વારા વિવિધ આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લઈ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને આંગણવાડી પરિવારોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ કાર્યક્રમથી વલસાડ જિલ્લામાં ગ્રામીણ સ્તરે મહિલા અને બાળ વિકાસની યોજનાઓ વધુ લોકભોગ્ય બની છે અને જનજાગૃતિનો નવો સંચાર જોવા મળ્યો હતો.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો 

Horoscope

Weather

વધુ વાંચો

Rajkot: મૃતદેહ સોંપવાની પ્રક્રિયા વધુ ચોકસાઈ ભરી બનાવવા કાલથી જ નંબર અને કોડ સિસ્ટમ સાથેની વૈજ્ઞાનિક SOPનો કડક અમલ કરાશે : આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો 

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો