Rajkot: ગોંડલ તાલુકાના ગોમટા ગામે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ગ્રામસભા યોજાઈ

તા.૩/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

સાયબર સુરક્ષા, ઘનકચરા વ્યવસ્થાપન અને જળ સંચય અંગે ચર્ચા કરાઈ

Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા ગોમટા ગામની પંચાયત કચેરી ખાતે આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પંચાયતના સભ્ય શ્રી ભરતભાઈ માંકડીયાના અધ્યક્ષસ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના વિકાસ અને નાગરિકોની સુવિધાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

આ ગ્રામસભા દરમિયાન ગામમાં માળખાકીય સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં ગામના આંતરિક રસ્તાઓ પર પેવર બ્લોક નાખવાની ગ્રામજનોએ રજૂઆત કરી હતી, જેના સંદર્ભે જરૂરી પગલાં લેવાની ખાતરી આપવામાં આવી હતી.

આ ઉપરાંત, ગામમાં બાકી રહેલા વિકાસ કાર્યોને સમયસર પૂર્ણ કરવા તેમજ સાયબર સુરક્ષા અંગે જાગૃતિ, ઘનકચરા વ્યવસ્થાપન અને જળ સંચય માટે ‘કેચ ધ રેઇન’ અભિયાન હેઠળ પાણી સંરક્ષણ કરવા અંગે ચર્ચા કરાઈ હતી. આ તકે તલાટી કમ મંત્રી શ્રી શ્રેયભાઈ આલોદરીયા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

‘મારું ગામ, વિકસિત ગામ’ સૂત્રને સાર્થક કરતું ગોમટા ગામ

ગોંડલ તાલુકાનું ગોમટા ગામ ‘મારું ગામ, વિકસિત ગામ’ના સૂત્રને સાર્થક કરી રહ્યું છે, જ્યાં ગ્રામજનોને તમામ પ્રકારની આધુનિક અને પ્રાથમિક સુવિધાઓ પોતાના જ ગામમાં મળી રહે છે. અહીં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ ગુણવત્તાયુક્ત સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ખાનગી નર્સિંગ કોલેજ, પાંચ આંગણવાડીઓ અને જ્ઞાનવર્ધક પુસ્તકાલયની સુવિધા ઉપલબ્ધ છે, તો સ્વાસ્થ્યની સંભાળ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. ગામમાં પીવાનું અને સિંચાઈનું પાણી નિયમિત મળી રહે છે, તેમજ બસ સ્ટેશન સાથે રેલ્વે સ્ટોપ પણ હોવાથી વાહનવ્યવહારની સુગમતા રહે છે. વધુમાં, ડુંગળીનો પાવડર, કોટન અને પેસ્ટીસાઈડ બનાવવાના કારખાનાઓ જેવા સ્થાનિક ઉદ્યોગોને લીધે રોજગારીની તકો પણ ઉભી થઈ છે, અને ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની વ્યવસ્થાથી ગામ સ્વચ્છ અને સુવિધાસભર બન્યું છે  

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો 

Horoscope

Weather

વધુ વાંચો

Rajkot: મૃતદેહ સોંપવાની પ્રક્રિયા વધુ ચોકસાઈ ભરી બનાવવા કાલથી જ નંબર અને કોડ સિસ્ટમ સાથેની વૈજ્ઞાનિક SOPનો કડક અમલ કરાશે : આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો 

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો