Rajkot: રાજકોટમાં સદભાવના ‘વૃદ્ધાશ્રમ લેબોરેટરી અને નિદાન કેન્દ્ર’નું ઉદ્ઘાટન કરતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

તા.૩/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા ભેળસેળિયાઓ સામે સરકારનું ‘ઝીરો ટોલરન્સ’ વલણ

મેડિકલ ક્ષેત્ર એ ઈન્ડસ્ટ્રી નહીં પણ સેવાનો આધાર છે

પૂજ્ય બાપુની સમર્પણ, સેવા અને કરુણાની વિચારધારાને આ સંસ્થા સાર્થક કરી રહી છે

સદભાવના મેડિકલ સ્ટોર અને મોટા રામપર ગામે

Rajkot: સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેતાં મંત્રીશરાજકોટ આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો) વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ રાજકોટ શહેરના નાના મવા રોડ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ લેબોરેટરી અને નિદાન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સદભાવના સંસ્થાએ સમાજ સેવા અને પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરીને રાજકોટનું નામ રોશન કર્યું છે. બીજી ઓક્ટોબરે પૂજ્ય બાપુની વિચારધારા સમર્પણ, સેવા, ત્યાગ, પ્રેમ, કરુણા અને દયાના ગુણોને આ સંસ્થા સુગંધિત કરી રહી છે .

મેડિકલ ક્ષેત્રની કામગીરી અંગે મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, મેડિકલ ક્ષેત્ર એ કોઈ ઈન્ડસ્ટ્રી નથી, પરંતુ સેવાનો આધાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે દવાની કિંમતો બહુ વધારે હતી ત્યારે જેનરિક દવાઓનું ઉત્પાદન શરૂ કરાવ્યું અને દોઢ-બે લાખના સ્ટેન્ટ રૂ. ૨૦-૨૫ હજારમાં ઉપલબ્ધ કરાવી ગરીબોની સેવા કરી છે. સરકારની અનેક યોજનાઓ દ્વારા ગંભીર બીમારીઓની સારવાર વિનામૂલ્યે થઈ રહી છે, ત્યારે આવી ટ્રસ્ટની હોસ્પિટલો અને લેબોરેટરીઓ સમાજ માટે આશીર્વાદરૂપ છે .

ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે કડક વલણ દાખવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કડક સૂચનાઓ અનુસાર સરકાર ‘ઝીરો ટોલરન્સ’ નીતિ સાથે કામ કરી રહી છે. આરોગ્ય વિભાગની ટીમો દિવસ-રાત કામગીરી કરી રહી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા માફિયાઓને બક્ષવામાં નહીં આવે.

મુખ્ય કાર્યક્રમ બાદ મંત્રીશ્રીએ સદભાવના મેડિકલ સ્ટોર અને મોટા રામપર ગામે સદભાવના વૃદ્ધાશ્રમની પણ મુલાકાત લીધી હતી. આ તકે ટ્રસ્ટીશ્રીઓ અને અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

મુખ્ય કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, પૂર્વ મંત્રીશ્રી ગોવિંદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયા, અગ્રણી શ્રી ડૉ. ભરતભાઈ બોઘરા, શ્રી રમેશભાઈ રૂપાપરા, ડૉ. દિનેશભાઈ ચોવટિયા, શ્રી વિજયભાઈ ડોબરિયા, શ્રી મિતલભાઈ ખેતાણી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી આર. આર. ફૂલમાળી સહિતના અધિકારીશ્રીઓ- અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો