ડાંગ જિલ્લાનાં વનરક્ષક અને વનપાલ કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલનની ચીમકી

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ (ડાંગ જિલ્લા યુનિટ) દ્વારા વનરક્ષક અને વનપાલ સંવર્ગના કર્મચારીઓના લાંબા સમયથી વણઉકેલાયેલા અને પડતર રહેલા વિવિધ નીતિગત તથા માનવીય ધોરણના પ્રશ્નોના નિકાલ માટે રજૂઆત કરવામાં આવી છે.રાજ્યના વન, વન્યજીવ અને પર્યાવરણના સંરક્ષણમાં સૌથી પાયાની કામગીરી બજાવતા આ કર્મચારીઓ પ્રતિકૂળ વાતાવરણ, અંતરિયાળ તથા સંવેદનશીલ વિસ્તારો અને વન્યજીવોના જોખમો વચ્ચે સતત ફરજ બજાવે છે. તેમ છતાં, તેમની મૂળભૂત સેવા, વહીવટી, આર્થિક તથા સુરક્ષા સંબંધિત રજૂઆતોનો ઉકેલ ન આવતા મંડળ દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.મંડળ દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓની વાત કરીએ તો,૧. સુરક્ષા અને ભથ્થું, વનરક્ષક તથા વનપાલ કર્મચારીઓને યોગ્ય સુરક્ષા અને સિક્યુરિટી એલાઉન્સ આપવુ.૨. રજા અને પગાર ધોરણ: રજાના દિવસે બજાવવામાં આવતી ફરજ બદલ વાર્ષિક ૪૮ દિવસની જગ્યાએ પૂરેપૂરી રજાઓ આપવી. તેમજ રજાના પગારનું ચુકવણું બેઝિક + DA ના ધોરણ મુજબ અને પોલીસ વિભાગના ધારાધોરણ અનુસાર કરવું.૩. વેતન વિસંગતતા દૂર કરવી: વનરક્ષક અને વનપાલ કેડર કરતા નીચલા દરજ્જાના કેડર/રોજમદારને મળતા ગ્રેડ-પેની સરખામણીએ વનરક્ષકને ઓછું વેતન મળતું હોવાની ગંભીર વિસંગતતા દૂર કરવા ઉચ્ચ કક્ષાની સમિતિ રચી પગાર માળખાની સમીક્ષા કરવી. ખાસ કરીને વર્ગ-૪ના રોજમદારોને મળેલા રૂ. ૧૯૦૦ ગ્રેડ-પેની પશ્ચાતવર્તી વર્ગ-૩ના વનરક્ષકોને યોગ્ય વેતન સુધારો આપવો.૪. ભરતી અને મહેકમ પુનઃ ચાલુ કરવું: વનપાલની બંધ કરવામાં આવેલી ભરતી અને મહેકમ પુનઃ ચાલુ કરવું તેમજ રાઉન્ડો, બીટ તથા રેંજનું વિસ્તરણ કરી નવી જગ્યાઓ ઉભી કરવી.૫. બદલીના પ્રશ્નો: વનરક્ષક તથા વનપાલના લાંબા સમયથી પડતર બદલીના પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવો.ડાંગ જિલ્લા વનરક્ષક કર્મચારી મંડળના પ્રમુખ હકમાભાઈ કરમીજી ખરેડ, ઉપપ્રમુખ કમલેશભાઈ ચૌધરી અને કિશોરભાઈ લાહુમોર, મહામંત્રી સુનિલભાઈ ગામીત અને રૂષિરાજસિંહ ડોડીયા સહિત મંડળના હોદ્દેદારો અને સભ્યો દ્વારા નાયબ વન સંરક્ષક (દક્ષિણ ડાંગ, આહવા) ને આવેદનપત્ર પાઠવી વિરોધ કાર્યક્રમોની જાણ કરવામાં આવી છે. હાલમાં આંદોલનાત્મક કાર્યક્રમો અંતર્ગત તમામ સરકારી કાર્યક્રમોમાં અને ચાલુ ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરવી, પેન ડાઉન કાર્યક્રમ યોજવો, સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી નીકળી જઈ ઓનલાઈન કામગીરી તેમજ રેસ્ક્યૂ સિવાયની તમામ કામગીરી બંધ કરવી, માસ સી.એલ. પર ઉતરવું અને અંતે અચોક્કસ મુદતની કાળી હડતાલ પર જવાની ચેતવણી આપવામાં આવી છે..

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો 

Horoscope

Weather

વધુ વાંચો

Rajkot: મૃતદેહ સોંપવાની પ્રક્રિયા વધુ ચોકસાઈ ભરી બનાવવા કાલથી જ નંબર અને કોડ સિસ્ટમ સાથેની વૈજ્ઞાનિક SOPનો કડક અમલ કરાશે : આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો 

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો